રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અનેક નેતાઓ અને કોંગ્રેસ પાર્ટીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટને લૉક કર્યા બાદ હવે ગુજરાતના પ્રદેશ કોંગ્રેસનાં દિગ્ગજ નેતાનું ભરતસિંહ સોલંકીનું ટ્વિટર એકાઉન્ટ લોક કરવામાં આવ્યું છે. ભરતસિંહ સોલંકીએ રાહુલ ગાંધીનું ટ્વિટ રિટ્વિટ કર્યુ હતું. જે બાદ તેમનું ટ્વિટર એકાઉન્ટ લોક કરવામાં આવ્યું છે. આ મામલે જયરાજસિંહ પરમારે ટ્વિટ કરી જાણકારી આપી છે.
આ પણ વાંચો :રાણાવાવ ફેક્ટરી દુર્ઘટમાં 3 શ્રમિકોનાં મોત, CM રૂપાણીએ કલેક્ટર સાથે કરી વાત
આ મામલે જયરાજસિંહે ટ્વિટ કરી લખ્યું કે, લો હવે @BharatSolankee જી નું પણ ટ્વીટર હેન્ડલ બંધ કર્યું… રેલો ગુજરાત સુધી પહોંચ્યો.. મિ… ટ્વીટર, ભરતસિંહ સોલંકીના ઘરનું નામ સત્યાગ્રહ છાવણી છે એ અંગ્રેજોની સામે લડતા લડતા જ પડેલું..તપાસ કરી લેજો.. અને તમારા આકાઓને પૂછી લેજો. આતો ઘાસમાં તણખલું છે.. ઘેર ઘેર @RahulGandhi છે.
https://twitter.com/JayrajKuvar/status/1426044355538608137?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1426044355538608137%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Fquery%3Dhttps3A2F2Ftwitter.com2FJayrajKuvar2Fstatus2F1426044355538608137widget%3DTweet
આપને જણાવી દઈએ કે, ટ્વિટર અને કોંગ્રેસ વચ્ચે વિવાદ વધ્યો છે. પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના ટ્વિટર હેન્ડલને લોક કર્યાના વિરોધમાં આજે યુથ કોંગ્રેસ ના વિવિધ નેતાઓ દ્વારા પોતાના ટ્વીટર હેન્ડલ પર પ્રોફાઈલ ફોટો માં રાહુલ ગાંધીના ફોટો મુકવામાં આવ્યા છે. યુથ કોંગ્રેસ અધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ ટ્વિટર પર નામ બદલીને રાહુલ ગાંધી કરી દીધું. પ્રોફાઇલ ફોટો માં રાહુલ ગાંધીની તસવીર પણ મૂકી છે. જયારે આ સાથે જ પ્રિયંકા ગાંધીએ પ્રોફાઈલ ફોટો પણ બદલ્યો અને રાહુલ ગાંધીની તસવીર પણ મૂકી. અન્ય ઘણા નેતાઓએ પણ રાહુલ ગાંધીની તસવીર મૂકી છે અને ટ્વિટરની કાર્યવાહીના વિરોધમાં નામ બદલ્યું છે.

આ ઘટનાને પગલે ગુજરાતમાં પણ ઘણા બધા કોંગ્રેસના નેતાઓએ પોતાના ટ્વીટર પર પ્રોફાઈલમાં રાહુલ ગાંધીની તસ્વીર લગાવી છે. અને અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ પોતાની પ્રોફાઈલમાં રાહુલ ગાંધીનો ફોટો મુક્યો છે. અને લખ્યું છે હું પણ રાહુલ ગાંધી…
આ પણ વાંચો :પાટડીમાં અનુ.જાતિ હિત રક્ષક સમિતિ દ્વારા દિલ્હીની ઘટના સંદર્ભે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
આ સિવાય અનેક ઘણા નેતાઓ પણ પોતાના પ્રોફાઈલમાં રાહુલ ગાંધીનો ફોટો મુક્યો છે અને લખ્યું છે કે મેં ભી રાહુલ જેમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે પણ પોતાના ટ્વીટર પર રાહુલ ગાંધીનો ફોટો લગાવ્યો છે.
ટ્વિટરનું શું કહેવું છે?
ટ્વિટરે કહ્યું કે, રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અનેક નેતાઓના ખાતા બંધ કરવામાં આવ્યા હતા કારણ કે તેમણે એક તસવીર પોસ્ટ કરી હતી જે તેના નિયમોનું ઉલ્લંઘન કરે છે અને લોકોની ગોપનીયતાની સુરક્ષા અને સુરક્ષા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : આવતીકાલે ગડકરી ગુજરાતમાં : ગાંધીનગરમાંમાં PMમોદી વર્ચ્યુલ હાજરી આપીને કરશે નવી સ્ક્રેપપોલિસી જાહેર
ગયા સપ્તાહે રાષ્ટ્રીય રાજધાનીમાં નવ વર્ષની દલિત છોકરીની કથિત બળાત્કાર અને હત્યા બાદ તેના પરિવારની તસવીરો પોસ્ટ કરવા બદલ ટ્વિટરે રાહુલ અને કોંગ્રેસના અનેક નેતાઓના ટ્વિટર હેન્ડલ્સને સસ્પેન્ડ કર્યા હતા. કોંગ્રેસ પાર્ટીનું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. ટ્વિટરે રાહુલ ગાંધીની પોસ્ટ પણ હટાવી દીધી હતી જેમાં તેમણે પીડિત પરિવારના માતા -પિતા સાથેની વાતચીતની તસવીર શેર કરી હતી.
આ પણ વાંચો :રાજય માં છેલ્લા 24 કલાકમાં માત્ર 17 નવા કોરોના કેસ સામે આવ્યા
