Not Set/ બનાસકાંઠા: ચાલુ કારમાંથી બાંધેલી હાલતમાં યુવકને બહાર ફેંકી દેવાયો

બનાસકાંઠા, બનાસકાંઠાના અમીરગઢમાં એક યુવકને ચાલુ કારમાંથી ફેંકી દેવાયો હતો. સફેદ રંગની સ્કોર્પિયો કાર હાઈવે પરથી પસાર થઈ અને કારમાં સવાર શખ્સો બાંધેલી હાલતમાં એક યુવકને રોડ પર ફેંકી ફરાર થઈ ગયા. ઘટના અંગે જાણ થતા આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા અને પોલીસને જાણ કરવામાં આવી. જે બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્ત […]

Top Stories

બનાસકાંઠા,

બનાસકાંઠાના અમીરગઢમાં એક યુવકને ચાલુ કારમાંથી ફેંકી દેવાયો હતો. સફેદ રંગની સ્કોર્પિયો કાર હાઈવે પરથી પસાર થઈ અને કારમાં સવાર શખ્સો બાંધેલી હાલતમાં એક યુવકને રોડ પર ફેંકી ફરાર થઈ ગયા. ઘટના અંગે જાણ થતા આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા અને પોલીસને જાણ કરવામાં આવી.

જે બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. યુવકની હાલત જોતા તેને ઢોર માર માર્યો હોવાની શક્યતા જણાઈ રહી છે. તો યુવક પાસે રહેલા રૂપિયા તથા મોબાઈલ પણ લૂંટી લેવાયા હોવાનું જણાઈ રહ્યું છે. પોલીસે સમગ્ર દિશાામાં તપાસ શરૂ કરી છે.