CBSEના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા ઘણા સમયથી બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર થવાની રાહ જોવામાં આવી રહી હતી. તેની વચ્ચે હવે વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવવા જઇ રહ્યો છે, આવતીકાલે એટલે કે 31 ડિસેમ્બરે વર્ષના છેલ્લા દિવસે કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ નિશાંત દ્વારા CBSE ધોરણ 10 અને 12 માં બોર્ડની પરીક્ષા માટેની સત્તાવાર તારીખોની જાહેરાત કરવામાં આવશે.

INCOME TEX / IT રિટર્નની તારીખ લંબાવાઇ, IT રિટર્ન ફાઇલ કરવાની નવી તારીખ આ…
આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં શિક્ષણ મંત્રીએ આ અંગે ફોડ પાડ્યો હતો. તેમજ વાતચીત દરમિયાનઆ પરીક્ષાઓ પરંતુ ઓફલાઈન રહેશે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.તેમજ આવતીકાલે પરીક્ષાની રૂપરેખા જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત ઓનલાઇન પરીક્ષા યોજવા માટે પણ વિચારણા કરવામાં આવી રહી છે.શિક્ષણ મંત્રી એ જણાવ્યું હતું કે સામાન્ય રીતે પરીક્ષાનું આયોજન કરવાની વિચારણા થઈ રહી છે. આ અગાઉ તેઓએ જણાવ્યું હતું કે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને પરીક્ષાની તારીખ લઈને ચિંતા કરવાની જરૂર નથી. કારણકે પરીક્ષાઓ શરૂ થવાના લાંબા સમયગાળા પહેલા તેઓને આ અંગે જાણકારી મળી રહેશે.

announced / GPSC પરીક્ષાની નવી તારીખ જાહેર, 2 થી 6 ફેબ્રુઆરી આયોજન…
CBSE ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઇને વાલીઓમાં અસમંજસની સ્થિતી યથાવત રહી છે. કારણ કે જે રીતે ઓનલાઇન શિક્ષણ ચાલુ રહ્યું છે તેના કારણે બાળકોને તૈયારીઓ માટે પૂરતો સમય મળ્યો નથી. તેમજ બાળકોની સુરક્ષાને લઇને વાલીઓની ચિંતા ખૂબ જ વધી રહી છે. દેશના મોટાભાગના વિદ્યાર્થીઓના વાલીઓ એ અંગેની માગણી કરી રહ્યા છે કે બાળકોને પરીક્ષા અંગે જલ્દીથી જાણકારી આપવામાં આવે તેમજ કોરોનાની વેક્સિન માટે વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવે. અને આ વેકસીન લીધા બાદ જ પરીક્ષાનું આયોજન કરવામાં આવે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
