Not Set/ અમદાવાદના અનેક વિસ્તારોમાં મૂશળધાર વરસાદ

બંગાળની ખાડી પર લો પ્રેશર સર્જાઈ રહ્યું છે, એ પશ્ચિમ તરફ આગળ વધશે. પરિણામે, 17 અને 18મી ઓગસ્ટે રાજસ્થાન સાથે ગુજરાતના અમદાવાદ, વડોદરા, પંચમહાલ, સુરત, વલસાડ, ભાવનગર તથા અમરેલીમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

Top Stories

અમદાવાદમાં ફરી મેઘરાજાનું આગમન થયું છે. શહેરના અનેક વિસ્તારમાં ઘણાં સમય બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડયો છે સહિતના પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.પૂર્વ અને પશ્વિમ વિસ્તારમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. વરસાદ પડતાંની સાથે જ સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જેને લઇને શહેરીજનોને ભારે ઉકળાટમાંથી રાહત મળી છે.ગુજરાતમાં લાંબા વિરામ બાદ વરસાદ પડ્યો છે  ઓગસ્ટ મહિનાના 16 દિવસ વીત્યા હોવા છતાં હજુ સુધી સારો વરસાદ પડ્યો ન હતો, જેને લઈને ખેડૂતોને પાક સુકાઈ જવાની ચિંતા હતી ગુજરાતમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થઈ રહ્યું હોવાની આગાહી સ્કાઅમેટ દ્વારા કરાઈ છે. એ મુજબ 17 અને 18 ઓગસ્ટથી ગુજરાત તથા રાજસ્થાનમાં વરસાદની સંભાવના છે.

સ્કાઇમેટની આગાહી મુજબ, 17મી ઓગસ્ટ સુધીમાં બંગાળની ખાડી પર લો પ્રેશર સર્જાઈ રહ્યું છે, એ પશ્ચિમ તરફ આગળ વધશે. પરિણામે, 17 અને 18મી ઓગસ્ટે રાજસ્થાન સાથે ગુજરાતના અમદાવાદ, વડોદરા, પંચમહાલ, સુરત, વલસાડ, ભાવનગર તથા અમરેલીમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ સાથે જ 21 અને 23 ઓગસ્ટ વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની સંભાવના છે.વરસાદ ખેંચાતાં 1લી જૂનથી 13 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની 49 ટકા ઘટ છે, જ્યારે સમગ્ર ગુજરાતમાં 46 ટકા વરસાદની ઘટ છે