કચ્છ/ સારંગપુર જવાનું કહી અંજારના જાણીતા વકીલે કર્યો આપઘાત

કોરોના કાળમાં આર્થિક સ્થિતિ કથળવાના કારણે અનેક લોકો આપઘાત કરી ચુક્યા છે, ત્યારે આ જ પ્રકારની એક ઘટના રાજ્યના સૌથી મોટા જીલ્લામાના…

Gujarat Others
આપઘાત

કોરોના કાળમાં આર્થિક સ્થિતિ કથળવાના કારણે અનેક લોકો આપઘાત કરી ચુક્યા છે, ત્યારે આ જ પ્રકારની એક ઘટના રાજ્યના સૌથી મોટા જીલ્લામાના એક એવા કચ્છમાંથી સામે આવી છે, જ્યાં જીલ્લામાં આવેલા અંજારના એક જાણીતા વકીલે આત્મહત્યા કરતા અરેરાટી વ્યાપી ગઈ છે.

આ પણ વાંચો : ડાયમંડ સિટીમાં વધુ એક હત્યાનો બનાવ, ગોડાદરમાં દિયરે જ કરી ભાભીને રહેંસી નાખી

હકીકતમાં અંજારના જાણીતા વકીલ નરેન્દ્રસિંહ જાડેજાએ પોતાની ઓફિસમાં જ આત્મહત્યા કરી લેતા અનેક પ્રકારની વાતો વહેતી થઈ છે. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, 42 વર્ષીય વકીલ નરેન્દ્રસિંહ જાડેજા ગત રવિવારે સાળંગપુર જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા, પરંતુ ત્યારબાદ આગામી 2 દિવસ સુધી કોઈ ભાળ ન મળતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી, પરંતુ જે બાદ પોતાની ઓફિસે આવી રવિવારની સાંજે જ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો.

આ પણ વાંચો :સાબરમતી જેલ ટ્રેનિંગ સેન્ટરના પ્રોજેક્ટને મંજૂરી, પદ્ધતિસર તાલીમ મળવાથી કેદીઓને મળશે નવું જીવન

ત્યારબાદ મંગળવારે તેમની ઓફિસમાંથી તીવ્ર વાસ આવી રહી હતી, જેથી આસપાસના લોકોએ પોલીસનો સંપર્ક કર્યો હતો. તેમની ઓફિસ ખોલતા અંદરથી તેમની લાશ મળી આવી હતી.

આ પણ વાંચો : કોરોનાના લક્ષણ હોય, RTPCR રિપોર્ટ નેગેટીવ હોય અને સારવાર દરમિયાન મૃત્યુ થાય તો તેના અનાથ થયેલા બાળકોનું શું

જો કે વકીલ નરેન્દ્રસિંહ જાડેજાએ કયા કારણોસર આત્મહત્યા કરી છે તે હજી જાણવા મળ્યુ નથી. જયારે બીજી બાજુ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : કેટલાક ભારતીયો હજુ પણ અફઘાનિસ્તાનમાં ફસાયેલા,જામનગર પહોંચેલા રાજદૂતે કહ્યું આવું…

આ પણ વાંચો : ત્રીજી રન ફોર યુનિટી શરુ કરનારા અભિનેતા મિલિંદ સોમન 22મીએ SOU પહોંચશે,મુંબઇના શિવાજી પાર્કથી  416 કિલો

આ પણ વાંચો :શ્રાવણ માસમાં ફરાળી પેટીસનું વેંચાણ કરતી ૧૪ પેઢીમાં ચકાસણી,તેલના ૨-દૂધના ૩ નમુના લેવાયા

આ પણ વાંચો :સાબરમતી જેલ ટ્રેનિંગ સેન્ટરના પ્રોજેક્ટને મંજૂરી, પદ્ધતિસર તાલીમ મળવાથી કેદીઓને મળશે નવું જીવન