RMC/ નર્મદા પમ્પિંગ સ્ટેશન, બેડી વોટર પમ્પિંગ સ્ટેશન અને ગૌરીદળ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત કરતા કમિશનર અરોરા

હડાળા પમ્પિંગ સ્ટેશનનું સંચાલન “ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા કરવામાં આવી રહયું છે. એન.સી.-૩૨ અને ૩૩ (ઢાંકી, દુધરેજ અને વાંકાનેર રૂટથી) મારફત દરરોજ ૩૦૦ થી ૩૧૦ એમ.એલ.ડી. નર્મદાના નીર હડાળા પમ્પિંગ સ્ટેશન ખાતે પહોંચે છે. જ્યાંથી રાજકોટ માટે બેડી ફિલ્ટર પ્લાન્ટ પર રોજ ૫૮ એમ.એલ.ડી. પાણી આપવામાં આવે છે.

Gujarat Rajkot Trending

રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરાએ મોરબી રોડ પર આવેલા હડાળા સ્થિત નર્મદા પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લઈ કામગીરી નિહાળી હતી. આ ઉપરાંત તેમણે બેડી વોટર પમ્પિંગ સ્ટેશન અને ગૌરીદળ સ્થિત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની પણ મુલાકાત લઈ કામગીરી નિહાળી હતી.

વિશ્લેષણ / 46 વર્ષ પછી ઇતિહાસનું પુનરાવર્તન : અમેરિકા માટે વિયેતનામ સાબિત થયું અફઘાનિસ્તાન

અહીં એ ઉલ્લેખ કરવો રહયો કે, હડાળા પમ્પિંગ સ્ટેશનનું સંચાલન “ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા કરવામાં આવી રહયું છે. એન.સી.-૩૨ અને ૩૩ (ઢાંકી, દુધરેજ અને વાંકાનેર રૂટથી) મારફત દરરોજ ૩૦૦ થી ૩૧૦ એમ.એલ.ડી. નર્મદાના નીર હડાળા પમ્પિંગ સ્ટેશન ખાતે પહોંચે છે. જ્યાંથી રાજકોટ માટે બેડી ફિલ્ટર પ્લાન્ટ પર રોજ ૫૮ એમ.એલ.ડી. પાણી આપવામાં આવે છે.

અફઘાનિસ્તાન / તાલિબાને શરિયા કાયદો લાગુ કર્યો, જાણો કેટલો ખતરનાક છે આ કાયદો

મ્યુનિ. કમિશનર  અમિત અરોરા અને સંબંધિત અધિકારીઓએ હડાળા પમ્પિંગ સ્ટેશનની મુલાકાત બાદ બેડી ખાતે સ્થિત ફિલ્ટર પ્લાન્ટ અને ત્યાંથી પછી ગૌરીદળ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની પણ મુલાકાત પણ લીધી હતી, જ્યાં જળ શુદ્ધિકરણની પ્રક્રિયા નિહાળી તે સંબંધી માહિતી પ્રાપ્ત કરી કામગીરીની સમીક્ષા કરી હતી.મ્યુનિ. કમિશનરની આ સાઈટ વિઝિટ દરમ્યાન એડી. સિટી એન્જી એમ. આર. કામલિયા, ડેપ્યુટી એન્જિનિયરો  વી. એચ. ઉમટ,  અશોક પરમાર તથા  એચ.એન.શેઠ  અને પી.એ.(ટેક) ટુ કમિશનર  રસિક રૈયાણી હાજર રહયા હતાં.

પોર્નોગ્રાફી કેસ / રાજ કુંદ્રાને બોમ્બે હાઇકોર્ટ તરફથી મળી મોટી રાહત, 25 ઓગસ્ટે જામીન અરજી પર થશે સુનાવણી