સમગ્ર રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે અનેક પરિવારોને પોતાનો એકનો એક દીકરો અથવા તો કોઈ ભાઈને પોતાની બહેન ગુમાવવાનો વારો આવતો હોય છે ત્યારે હાલમાં આવી જ એક માર્ગ અકસ્માતની ભયંકર ઘટનાને લઈ હાલમાં સમાચાર સામે આવ્યા છે. રાજકોટ જિલ્લાના ઉપટેલા નજીક અકસ્માત થયો છે. પૂરઝડપે આવી રહેલી ઇકો કારનું ટાયર ફાટતા આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ભાવી દંપત્તિ લિખિતાબેન કમલેશભાઈ નિમાવત અને અર્જુનભાઈ કૌશિકભાઈ નિરંજનીનું મોત થયુ છે.
આ પણ વાંચો:સિંચાઇ માટે પાણીની સમસ્યા / ગુજરાતભરમાં વરસાદની ઘટ, પાણીની અછતથી સિંચાઇની સમસ્યાથી ખેડૂતો
આપને જણાવી દઈએ કે, પોરબંદર હાઈવે તરફથી ઉપલેટા બાજુ આવી રહેલી ઇકો કારનું અચાનક ટાયર ફાટી ગયું હતું. ટાયર ફાટવાને કારણે કાર પલટી મારી ગઈ હતી. કારમાં સવાર બે લોકોના મોત થયા છે. જેમાં એક યુવક અને એક યુવતી સામેલ છે. આ બંને લગ્ન કરવાના હતા. તો અન્ય લોકોને ઈજા પણ પહોંચી છે. બંનેના મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
આ પણ વાંચો:ખેડૂત પાણી માટે વલખા મારી રહ્યો છે ત્યારે SOU ક્રુઝ સેવા શરૂ કરવા 12 કિલોમીટર લાંબુ સરોવર પાણી થી
આ પણ વાંચો:લોકશાહી ખતમ કરવા એલફેલ નિવેદનો આપી રહ્યા છે નીતિન પટેલ : કોંગ્રેસ તેના ભરતસિંહ સોલંકી
ગણોદ પાટીયા નજીક દ્વારકેશ હોટલ પાસે આ દુર્ઘટના સર્જાય હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ઇકો કારના પતરા ચીરાય ગયા હતા. ઈજાગ્રસ્તેને ઉપલેટા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ તો પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: શું તમે પણ ગાંઠિયાના શોખીન છો તો સાવધાન, અહીં ગાંઠિયામાં મળી આવ્યો કપડા ધોવાના સોડા
આ પણ વાંચો:અમદાવાદ ટ્રાફિક પોલીસ બની ડિઝિટલ હવે દંડની રકમ માટે પૈસા નથી તેવા બહાના નહિ ચાલે
આ પણ વાંચો: ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્ર સિંહને કોબ્રાએ ડંખ માર્યો….
આ પણ વાંચો:કચ્છના સાંસદ વિનોદ ચાવડાના ભાણેજનો કારમાંથી મૃતદેહ મળી આવ્યો
આ પણ વાંચો: યુપીના ફિરોઝાબાદમાં ડેન્ગ્યુના કારણે 40 બાળકોના મોત!!!
