Not Set/ અભિનેત્રી જેકલિન ફર્નાન્ડીઝની મની લોન્ડરિંગ મામલે ઇડી કરી રહી છે પુછતાછ

જેકલીન ફર્નાન્ડીઝ પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 7 જુલાઈએ મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી યામી ગૌતમની પણ પૂછપરછ કરી હતી.

Entertainment

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ( ઇડી) ટીમ મની લોન્ડરિંગ કેસમાં બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની પૂછપરછ કરી રહી છે. દિલ્હીમાં એજન્સી દ્વારા છેલ્લા 5 કલાકથી અભિનેત્રીની પૂછપરછ કરવામાં આવી રહી છે. જેકલીન ફર્નાન્ડીઝ પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 7 જુલાઈએ મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી યામી ગૌતમની પણ પૂછપરછ કરી હતી. તાજેતરમાં જ ફિલ્મ નિર્માતા આદિત્ય ધર સાથે લગ્ન કરનાર યામી ગૌતમ પર ફેમા કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. તેને અગાઉ પણ એક વખત બોલાવવામાં આવી હતી અને  7 જુલાઈના રોજ એજન્સી દ્વારા તેમની બીજી વખત પૂછપરછ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે હાલમાં દેશભરમાં ઇડી તમામ સેલિબ્રિટી કે જે મની લોન્ડરિંગમાં સંપડાયા હોય તે તમામને હાલ નોટિસ પાઠવીને તેમની પુછપરછ કરી રહી છે .હાલમાં બોલીવુડના અનેક  એકટર અને એકટ્રેસને ઇડી નોટિસ પાઠવી રહી છે અને તેમની પુછતાછ કરી રહી છે આગામી દિવસોમાં પણ અનેક અભિનેતા અને અભિનેત્રીને પછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. આ પહેલા શાહરૂખ ખાન અને જુહી ચાવલાની પણ ઇડીએ પુછપરછ કરી છે.