અકસ્માત/ સાવરકુંડલાથી ગારિયાધાર જતી બસ રેલવે ફાટકમાં અથડાતા 1 બાળકનું મોત, 6 લોકો ઘાયલ

આજકાલ વધી રહેલી અકસ્માતની ઘટનાઓ દરમિયાન ફરીવાર એક અકસ્માતની ઘટના સામે આવી છે. સાવરકુંડલાથી ગારિયાધાર જતી બસ રેલવે ફાટકમાં અથડાતા અકસ્માત…

Gujarat Others
બસ રેલવે

આજકાલ વધી રહેલી અકસ્માતની ઘટનાઓ દરમિયાન ફરીવાર એક અકસ્માતની ઘટના સામે આવી છે. સાવરકુંડલાથી ગારિયાધાર જતી બસ રેલવે ફાટકમાં અથડાતા અકસ્માત સર્જાયો હતો આઘટનામાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે 5 વર્ષના એક બાળકનું મોત થયું હતુ.

આ પણ વાંચો :લાખોટા તળાવ પાસે ટપોટપ 35 પક્ષીઓના મોત, મનપાનું તંત્ર પહોંચ્યું ઘટના સ્થળે

આ મામલે મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લામાં આજે શુક્રવારે બપોર બાદ એક ખાનગી બસ રેલવે ફાટકની રેલિંગ સાથે અથડાતા અકસ્તામ સર્જાયો હતો. સાવરકુંડલાથી ગારીયાધાર પાલીતાણા જતી ખાનગી બસ ભુવા રોડ પર રેલવે ફાટક બંધ હતું. તે દરમિયાન પુરપાટ સ્પીડમાં જતી ખાનગી બસ રેલવે ફાટકની રેલિંગ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બસમાં સવાર 15થી વધુ પ્રવાસીઓ ગભરાઈ ગયા હતા. અકસ્માતમાં પ્રવાસીઓ ફસાઈ જતા મહામુસીબતે બહાર કાઢવામાં આવ્યાં હતા.

આ પણ વાંચો :કોરોનાના કેસ ઘટતા સિવિલ હોસ્પિટલમાં ફરથી સાંજની OPD શરૂ કરાશે

 અકસ્માતમાં મુસાફરો ફસાઈ જતા મહામુસીબતે બહાર કાઢવામાં આવ્યાં હતા. આ ઘટનામા 1 બાળકનુ ઘટના સ્થળે મોત નીપજ્યુ છે. તેમજ 6 થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. જેઓને 108 દ્વારા સાવરકુંડલા અને અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. ઈજાગ્રસ્તોમાં 3 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

ખાનગી બસના પતરા તોડી પ્રવાસીઓને બહાર કઢવામાં આવ્યા હતા. 108 એમ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. બાદમાં 108ના કર્મચારીઓએ બસના પતરા તોડી ઈજાગ્રસ્તો અને અન્ય પ્રવાસીઓને બહાર કાઢ્યા હતા.

આ પણ વાંચો :માંજલપુરમાં મહેસાણા અર્બન કો – ઓપરેટીવ બેંકની શાખાનું કરાયું ઉદ્ઘાટન

આ પણ વાંચો :ગુજરાત હાઇકોર્ટ નો મહત્વનો નિર્ણય /  કોરોનાકાળમાં કોલેજે કાઢી મૂકેલા વિદ્યાર્થીને ફરી એડમિશન અપાશે

આ પણ વાંચો :ગેસ બોટલ બ્લાસ્ટ / આણંદના ઉમરેઠમાં મકાનમાં ગેસની બોટલ ફાટતાં 6 લોકો ઇજાગ્રસ્ત

આ પણ વાંચો :ગુજરાત /  મોઢેરાનું સૂર્યમંદિર પણ હવે સોલાર ઉર્જાથી રાઉન્ડ ધ ક્લોક ઝગમગતું જોવા મળશે