Not Set/ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાની ટર્મ પૂર્ણ થતા જાણો કોને સોંપાયો મહત્વનો ચાર્જ

સરકારના જુદા-જુદા વિભાગોમાં તેમજ વિવિધ ખાતાની કચેરીઓમાં આવેલ જુદી-જુદી વર્ગ-૩ની બિનસચિવાલયી સેવાની તાંત્રિક/બિ

Gujarat Others

રાજય માં ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ તરીકે એસ.આર.ઐયરની નિમણૂંક કરવામાં આવી છે.   જયારે  રાજય માં અસિત વોરાની ટર્મ પૂર્ણ થતાં એસ.આર ઐયરને ચાર્જ સોંપવામાં આવ્યો છે.  જે અંગે નો સામાન્ય વહિવટ વિભાગ દ્વારા આ અંગે પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો  હતો .

આ પણ વાંચો :AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીની અયોધ્યા મુલાકાત પર ભાજપના સાંસદનો હુમલો

રાજય સરકારના જુદા-જુદા વિભાગોમાં તેમજ વિવિધ ખાતાની કચેરીઓમાં આવેલ જુદી-જુદી વર્ગ-૩ની બિનસચિવાલયી સેવાની તાંત્રિક/બિનતાંત્રિક જગ્‍યાઓ ઉપર ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પસંદગી કરાયેલા ઉમેદવારોની નિમણૂંક કરવામાં આવે છે. આ અંગે સરકાર દ્વારા મંડળને માંગણીપત્રક મોકલવામાં આવે છે. ત્‍યારે મંડળ દ્વારા માંગણીપત્રકમાં સૂચવ્‍યાં પ્રમાણેની વર્ગ-૩ની જગ્‍યાઓ ભરવા રાજ્યના અગ્રગણ્‍ય ન્યુઝપેપરોમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવે છે અને તે સ્‍પર્ધાત્‍મક પરીક્ષા દ્વારા ઉમેદવારોની પસંદગી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. ત્યારબાદ પરીક્ષાઓ લેવામાં આવે છે અને પસંદગી કરવામાં આવે છે.

આ પણ વાંચો : PM મોદી આ મહિને જઈ શકે અમેરિકાના પ્રવાસે, પહેલીવાર મળશે જો બિડેન

અત્રે મહત્વનું છે કે, મંડળ દ્વારા જે-તે સંવર્ગમાં ભરતી નિયામો અનુસાર સ્‍પર્ધાત્‍મક પરીક્ષા યોજીને ઉમેદવારોની આખરી પસંદગી કરવામાં આવે છે અને ત્‍યાર બાદ પસંદગી કરાયેલા ઉમેદવારોના નામોની ભલામણ સરકારને કરવામાં આવે છે.