હવામાન વિભાગ/ રાજયમાં આગામી ત્રણ દિવસ વરસાદી માહોલ જોવા મળશે

રાજય માં મેઘરાજા મન મૂકીને વરસતા જળાશયોમાં પાણીની સતત થઈ રહી છે આવક. રાજ્યમાં 48 ડેમ નવા નીરથી છલકાઈ ચૂક્યા છે. જેમાના 44 ડેમ તો  ફક્ત સૌરાષ્ટ્રના જ છે

Gujarat Others

   રાજય માં  આ  સપ્તાહમાં  વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેમના લીધે  અમુક શહેરો માં  ભારે વરસાદતો અમુક માં ઝાપટા જોવા મળી રહ્યા છે . જે અંતર્ગત હવમાન વિભાગ બે દિવસ વરસાદી વાતાવરણ રહે તેવી હવામાન વિભાગે  આગાહી કરી છે.  જે અંતર્ગત આગામી 19 અને 20 સપ્ટેમ્બરથી રાજ્યમાં ફરીથી વરસાદનું જોર વધશે. આ બંને દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે.

આ પણ વાંચો :કોલેજિયમે દેશમાં એક સાથે આઠ હાઇકોર્ટના જજની કરી નિમણૂંક

અગાઉ રાજકોટ, જૂનાગઢ અને વલસાડમાં હવામાન વિભાગે અતિભારે વરસાદની શક્યતાને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું હતું. જોકે આગામી ત્રણ દિવસ હજુ પણ કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.

આ પણ વાંચો :ન્યૂઝીલેન્ડનો પાકિસ્તાન પ્રવાસ સુરક્ષા કારણોસર રદ્દ કરાયો

 રાજય માં મેઘરાજા મન મૂકીને વરસતા જળાશયોમાં પાણીની સતત થઈ રહી છે આવક. રાજ્યમાં 48 ડેમ નવા નીરથી છલકાઈ ચૂક્યા છે. જેમાના 44 ડેમ તો  ફક્ત સૌરાષ્ટ્રના જ છે. રાજ્યમાં 69 ડેમ છે હાઈએલર્ટ પર છે. જ્યારે 11 ડેમ છે એલર્ટ પર છે. નજર કરી ઝોન વાઈઝ ડેમમાં પાણીના જથ્થાની સ્થિતિ પર તો સૌરાષ્ટ્રના 141 ડેમમાં 75 ટકા પાણીનો જથ્થો છે. તો કચ્છના 20 ડેમમાં 26 ટકા પાણીનો જથ્થો નોધાયો