કેવડિયા/ ગુજરાતે છ સિંહો આપીને બિહારમાંથી એક ગેંડો લીધો

આ ગેંડાને એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ ઉછેરવામાં આવશે. જોકે, બદલામાં ગુજરાત વન વિભાગે જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને આપેલા 6 સિંહો…

Gujarat Others
સિંહ

કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ઝૂ ખાતે ઈલેક્શન નામનો એક ગેંડો બિહારથી લાવવામાં આવ્યો છે. બદલામાં જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી 6 સિંહ બિહારના 2 પ્રાણી સંગ્રહાલયમાં મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો :મોરબીના ટીંબડી ગામના પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત પાંચ લોકોના મોત

આ ગેંડાને એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ ઉછેરવામાં આવશે. જોકે, બદલામાં ગુજરાત વન વિભાગે જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને આપેલા 6 સિંહમાં 2 નર અને 4 માદાઓનો સમાવેશ થાય છે. તેમાંથી 3 પટનામાં સંજય ગાંધી ઝૂમાં અને 3 રાજગીરમાં રાજગીર સફારીમાં મોકલવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, કેવડીયામાં પ્રાણી સંગ્રહાલય શરુ થયા બાદ, પ્રાણીઓને ઘણી દુર્લભ પ્રજાતિઓથી સમૃદ્ધ બનાવવા માટે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી પ્રાણીઓ મોકલવામાં આવ્યા હતા. દેશ -વિદેશના દુર્લભ પ્રાણીઓ કેવડીયામાં જોઇ શકાય છે.

આ પણ વાંચો :રાજ્યમાં વરસાદનાં કારણે રસ્તાનું થયુ ધોવાણ, સરકારે શરૂ કર્યો નવતર પ્રયોગ

જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી કેવડિયા માટે પ્રાણીઓ બીજા રાજ્યમાં ગયા. પણ ખુદ સક્કરબાગ ઝૂમાં છેલ્લે બાયસન એટલે કે જંગલી ભેંસ અને હિપોપોટેમસનું બચ્ચું આવ્યું હતું. એ પહેલાં તો સક્કરબાગથી સિંહ જેવા પ્રાણીના બદલામાં બેંગલુરુથી જંગલી કૂતરા આવ્યા હતા. ટૂંકમાં, કિંમતી અને આકર્ષક પ્રાણીઓના મામલે સક્કરબાગ છેલ્લા કેટલાક વર્ષોથી ખોટમાં રહ્યું છે.

ભારતમાં એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ બધાજ ઝૂ એકબીજાને પ્રાણીની આપ લે કરે છે. કેવડિયામાં આ અગાઉ પણ મુંબઇથી ઝીબ્રાના બદલામાં જે પ્રાણી અપાયા એ સક્કરબાગથી જ ગયા હતા. જોકે, કેવડિયા ઝૂ નવું હોઇ ત્યાં આપવા જેવું કશું ન હોવાથી અને રાજ્ય સરકાર પાસે સક્કરબાગનો વિકલ્પ ન હોવાથી આમ થઇ રહ્યું છે. જોકે, આ બધામાં સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની મંજૂરી જરૂરી હોય છે.

આ પણ વાંચો :ઝીંઝુવાડા રણમાં વચ્છરાજ બેટમાં ઘૂંટણસમા પાણીમાં 33 લોકોનું વેક્સિનેશન કરાયું

ઉલ્લેખનીય છે કે, ગત 16 સપ્ટેમ્બરના રોજ 2 નર અને 4 માદાને પટણાના ઝૂ ખાતે મોકલવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારની એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ વન્ય પ્રાણીઓનું આદાન પ્રદાન કરવામાં આવે છે. 6 સિંહોના બદલામાં પટણાથી ભારતીય પ્રજાતિનો ગેંડાને કેવડીયા ઝૂ ખાતે લઈ આવવામાં આવશે. જૂનાગઢના સક્કરબાગ ઝૂ દ્વારા એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ દ્વારા અનેક પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. જેમાં હાલ કેવડિયા ખાતે બનાવાયેલા ઝૂ માટે મોટા પ્રમાણમાં એનિમલ એક્સચેન્જ કરવામાં આવી રહ્યું છે.