રાજયમાં કોરોનાના કારણે ગત વર્ષે નવરાત્રિની ઉજવણી કરવામાં નહોતી આવી, પરંતુ આ વર્ષે સ્થિતિ થોડી હળવી થતા સોસાયટી અને ફાર્મ હાઉસમાં શેરી ગરબાની સરકાર દ્વારા મંજુરી અપાઈ છે. જોકે હજુ કોઈ પણ sop બહાર પાડવામાં આવી નથી . આ ઉપરાંત રાત્રી કરફ્યુ પણ રાત્રીના 12થી 6 રાખવામાં આવ્યો છે . એટલે કે એક કલાકનો કર્ફ્યુંમાં વધારો કરવામાં આવ્યો છે . જે અંગે નો નિર્ણય કારોબારી બેઠક દ્વારા લેવામાં આવ્યો છે .
આ પણ વાંચો : રાજકોટથી ગોવા જતી ફલાઈટના ટીકીટના ભાવ 18થી 20 હજારે પહોંચ્યા
આ ઉપરાંત નવરાત્રી દરમિયાન રેસ્ટોરન્ટને પણ છુટ આપવામાં આવી છે. જો કે હજી એસઓપીની જાહેરાતની રાહ જોવામાં આવી રહી છે. શેરી ગરબામાં 400 લોકોથી વધારે લોકોને મંજુરી નથી. જેથી શેરીગરબામાં પણ વધારે ભીડ ન થાય તે માટેનું આયોજન જે તે સોસાયટીના ચેરમેન દ્વારા કરવાની રહેશે. જો કે પાર્ટી પ્લોટ કે અન્ય કોઇ પણ બહારના સ્થળે ગરબાના આયોજનને મંજુરી આપવામાં આવી નથી. જેથી 12 વાગ્યે ગરબા પુર્ણ થયા બાદ કોઇ પ્રકારની અવર જવરને મંજુરી આપવામાં નહી આવે.
આ પણ વાંચો :ઉપલેટાના ભંગારના ગોડાઉનમાં થયો બ્લાસ્ટ, પિતા-પુત્રનું કરૂણ મોત
રાત્રિ કરફયુની સમય મર્યાદા અત્યારે રાત્રિના ૧૧ થી સવારે ૬ વાગ્યા સુધીની છે તેમાં એક કલાકનો ઘટાડો કરીને હવે રાત્રિના ૧ર થી ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયું રહેશે. આગામી દિવસોમાં રાજ્યમાં નવરાત્રિ પર્વની ઉજવણી થવાની છે તે સંદર્ભમાં મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીએ માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફલેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનો ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.
પ્રસંગોમાં અગાઉ ૧૫૦ વ્યક્તિઓની જે મર્યાદા હતી તેમાં વધારો કરીને હવે ૪૦૦ વ્યક્તિઓની છુટછાટ આપવામાં આવી છે. આવી ઉજવણીઓમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેકસીનના બે ડોઝ લીધા હોય તે હિતાવહ રહેશે. આવા આયોજનોમાં લાઉડ સ્પીકર/ધ્વની નિયંત્રણ અંગેના સુપ્રિમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે. રાજ્યમાં પાર્ટી પ્લોટ, કલબ, ખૂલ્લી જગ્યાએ કે કોઇ પણ જગ્યાએ કોમર્શીયલ રીતે નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં આવશે નહિ.
ર્યાદા રહેશે. રાજ્યમાં રેસ્ટોરન્ટ રાત્રિના ૧૦ કલાક સુધી અગાઉ ક્ષમતાના ૬૦% સાથે ચાલુ રાખવાની મંજૂરી હતી તેમાં વધારો કરીને હવે ક્ષમતાના ૭પ% સાથે ચાલુ રાખી શકાશે. રાજ્યમાં જાહેર બાગ બગીચા અગાઉ રાત્રિના ૯ વાગ્યા સુધી ખુલ્લા રહેતા હતાં તે પણ હવે રાત્રિના ૧૦ વાગ્યા સુધી ખૂલ્લા રાખી શકાશે.
