National/ પ્રિયંકા ગાંધીની ધરપકડ બાદ, હવે રાહુલ ગાંધી લખીમપુર જશે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતીકાલે લખીમપુર ખેરીની મુલાકાત લેશે. આ દરમિયાન તે મૃતક ખેડૂતોના પરિવારોને મળશે અને તેમને આશ્વાશન આપશે. જણાવી દઈએ કે રવિવારે લખીમપુર ખેરીમાં થયેલી હિંસા દરમિયાન ચાર ખેડૂતો સહિત 8 લોકોના મોત થયા હતા.

Top Stories India

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતીકાલે લખીમપુર ખેરીની મુલાકાત લેશે. આ દરમિયાન તે મૃતક ખેડૂતોના પરિવારોને મળશે અને તેમને આશ્વાશન આપશે. જણાવી દઈએ કે રવિવારે લખીમપુર ખેરીમાં થયેલી હિંસા દરમિયાન ચાર ખેડૂતો સહિત 8 લોકોના મોત થયા હતા.

કોંગ્રેસ પાર્ટી તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, બુધવારે બપોરે 12 વાગ્યાની આસપાસ રાહુલ ગાંધી તેમના ચાર્ટર્ડ પ્લેન દ્વારા લખનઉ જશે. પછી તેઓ રોડ મારફતે લખીમપુર ખેરી પહોંચશે. અહીં તેઓ મૃતક ખેડૂતોના પરિવારોને મળવા જઈ રહ્યા છે. કોંગ્રેસના અન્ય ચાર નેતાઓ પણ તેમની સાથે જોડાશે.

આ પહેલા રાહુલ ગાંધીએ લખીમપુર ખેરી હિંસા મામલે ભાજપ સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રીય મંત્રીના પુત્રની ધરપકડ કરવાની બાકી છે એટલે કે દેશનું બંધારણ જોખમમાં છે.

જો કે પ્રિયંકા ગાંધી સહિત 11 કોંગ્રેસી નેતાઓ વિરુદ્ધ યુપી પોલીસે કલમ 144 નો ભંગ કરવા બદલ કેસ નોંધ્યો છે. પ્રિયંકા ગાંધીની ધરપકડ કરતી વખતે તેમને સીતાપુર ગેસ્ટ હાઉસમાં નજરકેદ કરવામાં આવ્યા છે. પ્રિયંકા ગાંધીએ આ મામલે યોગી આદિત્યનાથ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે કે અત્યાર સુધી પોલીસ કે વહીવટીતંત્ર દ્વારા કેસની નકલ મને બતાવવામાં આવી નથી. જે 11 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે, તેમાંથી 8 લોકો સ્થળ પર હાજર નહોતા, જ્યારે 2 મારા માટે કપડાં લાવ્યા હતા. પ્રિયંકાએ સવાલ કર્યો હતો કે મને હજુ સુધી કોઈ મેજિસ્ટ્રેટ કે અન્ય કોઈ ન્યાયિક અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવી નથી

GCRIની સોનેરી સિદ્ધિ / દસ સે.મીના બ્રાઉન ટ્યુમરની સફળ સર્જરી, ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટી સર્જરી

લખીમપુર ખેરી હિંસા / નવજોત સિંહ સિદ્ધુની યોગી સરકારને ચેતવણી, કહ્યું- જો કાલ સુધી …

પાલિકાનું પરિણામ  / ભાજપે ફરી એકવાર સાબિત કરી દીધુ છે કે તેને હરાવું કે હફાવું ખુબજ મુશ્કેલ છે

T 20 વર્લ્ડકપ / ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ચાહકોના ધબકારા સાથે, પ્રસારણ કંપનીઓના ખિસ્સાનું વજન પણ વધારશે

આર્યન ખાન ડ્રગ્સ કેસ / ધરપકડ કરાયેલા અરબાઝ મર્ચન્ટના પિતાએ તોડ્યું મૌન, કહ્યું – બંને નિર્દોષ છે…