Cricket/ ભારત-પાકિસ્તાનની મેચ અંગે વિરાટ કોહલીએ શું કહ્યું…..

ટી 20 વર્લ્ડ કપ 2021 યુએઈ અને ઓમાનની ધરતી પર 17 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. વિરાટ કોહલીની સેનાએ પોતાની પહેલી જ મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે છે

Top Stories Sports

ટી 20 વર્લ્ડ કપ 2021 યુએઈ અને ઓમાનની ધરતી પર 17 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. વિરાટ કોહલીની સેનાએ પોતાની પહેલી જ મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે છે આ દિવસોમાં દરેક જગ્યાએ આ હાઇ-વોલ્ટેજ મેચની ચર્ચા ચાલી રહી  છે. દરેક વ્યક્તિ આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે અને તેના વિશે એક વાતાવરણ ઉભું થવા લાગ્યું છે. પરંતુ, સુકાની વિરાટ કોહલીએ સ્પષ્ટ કર્યું છે કે તેમના માટે ભારત-પાકિસ્તાન મેચ સામાન્ય ક્રિકેટ મેચની જેમ જ છે અને તે તેને યોગ્ય ભાવનાથી રમવાનો પ્રયત્ન કરશે

ટી 20 વર્લ્ડ કપની શરૂઆત પહેલા એક પત્રકાર પરિષદમાં પૂછવામાં આવ્યું કે શું તેને ભારત-પાકિસ્તાન મેચ અલગ છે તો તેંમણે કહ્યું કે, મને ક્યારેય એવું લાગ્યું નથી. મને તે અન્ય મેચની જેમ જ લાગે છે. હું જાણું છું કે આ મેચ વિશે ખાસ કરીને ટિકિટની માંગ અને વેચાણ વિશે ઘણી ચર્ચાઓ છે. અમારા માટે તે માત્ર ક્રિકેટની મેચ છે જે યોગ્ય ભાવનાથી રમવી જોઈએ જે આપણે રમીશું. વાતાવરણ બહારથી અથવા દર્શકોની નજરથી અલગ દેખાશે પરંતુ ખેલાડીઓનો દ્રષ્ટિકોણ વ્યાવસાયિક રહે છે. અમે દરેક મેચને સામાન્ય મેચની જેમ લઈએ છીએ.

ભારત અને પાકિસ્તાનની ટીમો ટી 20 વિશ્વમાં 5 વખત એકબીજાનો સામનો કરી ચૂકી છે, પરંતુ પડોશી દેશ એક પણ વખત જીતી શક્યો નથી. પાકિસ્તાન 50 ઓવરના વર્લ્ડ કપમાં રમાયેલી 7 મેચોમાં એક પણ જીત નોંધાવી શક્યું નથી.