Not Set/ જનતાનો માર

ભાજપના નેતા અને કાર્યકરો વારંવાર ચર્ચામાં આવી રહ્યા છે. આજે વડોદરામાં એક ભાજપના કોર્પોરેટરને જ સ્થાનિકો દ્વારા માર મારવામાં આવ્યો છે. વોર્ડ નંબર 5ના ભાજપના કોર્પોરેટર હસમુખ પટેલને સ્થાનિકોએ માર માર્યો  હોવાની ઘટના સામે આવી છે. બાપોદ વિસ્તારમાં આવેલી નવીનગરીમાં ભાજપના કોર્પોરેટર હસમુખ પટેલને ઝાડ સાથે બાંધી માર માર્યો છે. આ વિસ્તારમાં આવેલી ઝુપડપટ્ટી તોડવાના […]

Top Stories Gujarat

ભાજપના નેતા અને કાર્યકરો વારંવાર ચર્ચામાં આવી રહ્યા છે. આજે વડોદરામાં એક ભાજપના કોર્પોરેટરને જ સ્થાનિકો દ્વારા માર મારવામાં આવ્યો છે. વોર્ડ નંબર 5ના ભાજપના કોર્પોરેટર હસમુખ પટેલને સ્થાનિકોએ માર માર્યો  હોવાની ઘટના સામે આવી છે. બાપોદ વિસ્તારમાં આવેલી નવીનગરીમાં ભાજપના કોર્પોરેટર હસમુખ પટેલને ઝાડ સાથે બાંધી માર માર્યો છે. આ વિસ્તારમાં આવેલી ઝુપડપટ્ટી તોડવાના મામલે સ્થાનિકો સાથે ચકમક થઈ હતી. જે બાદ સ્થાનિકોએ કોર્પોરેટરને ઝાડ સાથે બાંધી દીધો હતો અને તેને માર મારી પોતાનો રોષ ઠાલવ્યો હતો.