vadodra/ વડોદરામાં બની મોટી ઘટના, નિંદ્રાધીન માતાની બાજુમાંથી 6 દિવસનું બાળક થયું ગુમ

વડોદરા જીલ્લામાંથી ગુમ થયેલું આ બાળક માત્ર છ દિવસનું જ છે અને તે બે દિવસથી ગુમ થયું છે. બાળક તેના માતા પાસે સૂતુ હતુ ત્યારે કોઈ તેને ઉપાડી,..

Gujarat
વડોદરા

વડોદરા જીલ્લામાંથી એક મોટી દુર્ઘટના સામે આવી છે, જેને લઈને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. હકીકતમાં, વડોદરા જીલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદમાં આવેલા લાલોડ ગામમાં માત્ર ૬ દિવસનું બાળક થયું હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડની મોટી બેઠક, ગુજરાત કોંગ્રેસનું નામ નક્કી થવાની પુરી સંભાવનાઓ

મળતી માહિતી મુજબ, વડોદરા જીલ્લામાંથી ગુમ થયેલું આ બાળક માત્ર છ દિવસનું જ છે અને તે બે દિવસથી ગુમ થયું છે. બાળક તેના માતા પાસે સૂતુ હતુ ત્યારે કોઈ તેને ઉપાડીને લઈ ગયુ હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે બીજી બાજુ પરિવારજનોને આશંકા છે કે, બે દિવસથી ગુમ બાળકનું અપહરણ થયું છે.

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, ગુમ થયેલા બાળકનો પરિવાર વડોદરા જીલ્લાના વાઘોડિયા તાલુકના જરોદ પાસેના લીલોરા ગામે રહે છે અને 15 ઓક્ટોબરના રોજ તેમને ત્યાં બાળકનો જન્મ થયો હતો. આ દરમિયાન જન્મના છઠ્ઠા દિવસે જયારે તેઓ રાત્રે તેઓ દીકરાને લઈને સૂતા હતા ત્યારે બે વાગ્યાની આસપાસ તેમની આંખ ખૂલી હતી, ત્યારે બાજુમાં તેમનુ બાળક ન હતું. આ જોઈ તેમણે બૂમાબૂમ કરી હતી, જેથી આસપાસના પાડોશીઓ પણ મદદે દોડી આવ્યા હતા, પરંતુ અંતે બાળક ન મળતા માતાપિતા ભાંગી પડ્યા હતા.

આ પણ વાંચો :અમદાવાદના આ વિસ્તારમાંથી દૂર કરાયો કચરાનો ઢગલો, કરોડો રૂ.ના ખર્ચે કરાઈ કાયાપલટ

હવે આ મામલે માતા પિતાને આશંકા છે કે, બાળકનુ અપહરણ થયુ છે,જેનું મુખ્ય કારણ એ પણ છે કે, ગુમ થયેલા બાળકનો પરિવાર કાચા ઝુપડામાં રહે છે, જેથી અપહરણકર્તા બાળકને સરળતાથી ઉપાડી શકે છે.

બીજી બાજુ આ મામલે હવે હાલ વડોદરા ના વાઘોડિયા પોલીસે બાળકને શોધવા ચક્રો ગતિમાન કર્યાં છે, સાથે સાથે બાળકને શોધવામાં ડોગ-સ્ક્વોડ અને FSLની મદદ પણ લેવામાં આવી રહી છે.

આ પણ વાંચો :સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 31 મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરાશે

આ પણ વાંચો :આ ગામમાં ટોયલેટના બનાવી આપતા પત્નીએ આપ્યા પતિને છુટાછેડા..

આ પણ વાંચો :મહેસુલ મંત્રીની માનવતા મહેકી ઉઠીઃ કર્મચારીનું તૂંટતુ ઘર બચાવી લીધુ