જયારથી ગુજરાતના નવા મુખ્યમંત્રીએ કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી તે એકશન મૂડમાં જોવા મળી રહ્યા છે અને સતત પ્રજાલક્ષી નિર્ણય લઇ રહ્યા છે અને વહીવટી તંત્રમાં પણ તે આમૂલ પરિવર્તન કરવાના કામે લાગી ગયા છે .રાજ્યના વર્ગ -2 અધિકારીઓની બદલીનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના 40 મામલતદારોની બદલી કરી દેવામાં આવી છે તેથી અધિકારીઓ પણ અચંબામાં પડી ગયા છે. અમદાવાદના મામલતદારને દ્વારકા મૂકવામાં આવ્યા છે.
રાજ્યમાં વર્ગ 2ના અધિકારીઓની સામુહિક બદલી કરી દેતા અધિકારીઓ અચંબામાં જોવા મળ્યા છે ,રાજ્યના 40 મામલતદારોને બદલી કરી દેવામાં આવી છે ,હાલ વહીવટી તંત્રના અધિકારીઓની બદલી કરવાનો નિર્ધાર હાલ રાજ્ય સરકારે લીધો છે. હજીપણ અનેક બદલીઓ થવાની સંભાવના છે. જે પ્રમાણે નવા નેતૃત્વની સરકાર કામ કરી રહી છે તે જોતા લાગી રહયું છે કે કશું પણ અનેક અધિકારીઓની બદલી થઇ શકે છે.



