67 માં ફિલ્મ પુરસ્કારોનું ભવ્ય ઉદઘાટન દિલ્હીના વિજ્ઞાન ભવનમાં શરૂ થયું છે. માર્ચમાં જ તેની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ આજે વિજેતાઓને રાષ્ટ્રીય પુરસ્કારો આપવામાં આવી રહ્યા છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના હસ્તે વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ એવોર્ડ વર્ષ 2019માં બનેલી ફિલ્મો માટે આપવામાં આવી રહ્યા છે. કલાકાર રજનીકાંતને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે.
એવોર્ડ પ્રાપ્ત કરનારની યાદી
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ ‘છિછોરે’ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.
અભિનેતા મનોજ બાજપેયી અને ધનુષને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો છે.
અભિનેત્રી કંગના રનૌતને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે.
બી પ્રાકને એવોર્ડ પણ મળશે. અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી’ ના ગીત ‘તેરી મીટ્ટી’ માટે બી પ્રાકને બેસ્ટ મેલ પ્લેબેક સિંગરનો એવોર્ડ મળશે.
સુપરસ્ટાર રજનીકાંતને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
સિક્કિમને મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટ (મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટ) માટે એવોર્ડ મળ્યો છે.
‘એન્જિનિયર ડ્રીમ’ નોન-ફીચર ફિલ્મની શ્રેણીમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીત્યો.
‘મરાક્કર-અરબિકાદલિન્તે-સિમ્હમ’ એ બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ જીત્યો છે.
ફિલ્મ ‘મહર્ષિ’ ને શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે,
જ્યારે આનંદી ગોપાલને સામાજિક મુદ્દાઓ પર શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે
.
LIVE NOW –
Presentation Ceremony of the “67th National Film Awards” from Vigyan Bhawan on @DDNational & Live-Stream on https://t.co/BHd68wJdmT pic.twitter.com/6tUnd92viz
— Doordarshan National दूरदर्शन नेशनल (@DDNational) October 25, 2021
ઉલ્લેખનીય છે કે કંગના રાણાવતને ચોથી વખત નેશનલ એવોર્ડ મળશે.તમામ કલાકારો વિજ્ઞાન ભવનમાં એવોર્ડ લેવા હાજર રહ્યા છે.
