T20 World Cup/ તો શું અમ્પાયરની એક ભૂલનાં કારણે કે.એલ.રાહુલ થયો આઉટ? સોશિયલ મીડિયામાં ફેન્સ થયા ગુસ્સે

મળી રહેલી જાણકારી મુજબ અમ્પાયર દ્વારા જે બોલ પર રાહુલને આઉટ જાહેર કરવામાં આવ્યો હતો તે નો બોલ હતો. આ સમયે થર્ડ અમ્પાયરને નો બોલ પર નજર રાખવાની જવાબદારી આપવામાં આવે છે.

Sports
કે.એલ.રાહુલ નોટ આઉટ

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ દરમિયાન બન્ને ટીમોનાં ખેલાડીઓ પર દબાણ જોવા મળે છે. બન્ને ટીમો વિજય નોંધાવવા માટે પોતાનું સર્વસ્વ આપે છે. પરંતુ ચાહકો નિરાશ થાય છે જ્યારે અમ્પાયર ભૂલ કરે છે અને ટીમોને નુકસાન સહન કરવું પડે છે.

આ પણ વાંચો – T20 World Cup / પાકિસ્તાન વિરુદ્ધ હાર બાદ ભારત માટે હાર્દિક પંડ્યાને લઇને વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા

રવિવારે દુબઈમાં ભારત પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી મેચમાં ભારતીય ઇનિંગ્સ દરમિયાન અમ્પાયરે એક મોટી ભૂલ કરી હતી. ટીમ ઈન્ડિયાનો ઓપનર કેએલ રાહુલ ઈનિંગની ત્રીજી ઓવરનાં પહેલા બોલ પર શાહીન આફ્રિદી સામે બોલ્ડ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. તેણે 8 બોલમાં 3 રનની ઇનિંગ રમી હતી. પરંતુ પાછળથી જાણવા મળ્યું કે અમ્પાયર દ્વારા જે બોલ પર રાહુલને આઉટ જાહેર કરવામાં આવ્યો હતો તે નો બોલ હતો. આ સમયે થર્ડ અમ્પાયરને નો બોલ પર નજર રાખવાની જવાબદારી આપવામાં આવી છે. પરંતુ તેમણે મોટી ભૂલ કરી અને રાહુલને પેવેલિયન પરત કરી દીધો હતો. આ ઘટનાનાં થોડા સમય બાદ આ વિકેટની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થવા લાગી હતી. આ પછી ચાહકો ગુસ્સે થયા છે. લોકોએ પૂછ્યું કે શું અમ્પાયર ઉંઘતો હતા, શું તેમણે નો બોલ જોયો નથી.

આ પણ વાંચો – T20 World Cup / જીત બાદ બાબર આઝમે ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓને જે કહ્યુ તે સાંભળી વિરોધી ટીમોનો છૂટી જશે પરસેવો, Video

જોકે, રોહિત શર્મા અને કેએલ રાહુલ 6 રન બનાવી પેવેલિયન પરત ફર્યા બાદ ભારતીય ટીમે વિરાટ કોહલી અને ઋષભ પંતની જોડી દ્વારા મુશ્કેલીમાંથી મુક્તિ મેળવી હતી. ભારતીય ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 151 રન બનાવી શકી હતી. વિરાટ કોહલીએ 57 અને પંતે 39 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાનની ઓપનિંગ જોડી બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને તાબડતોડ બેટિંગ કરી ભારત વિરુદ્ધ એક તરફી મેચ કરી દીધી હતી. અને અંતે પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવી 29 વર્ષથી વર્લ્ડકપમાં ન જીતવાની પરંપરાને તોડી દીધી હતી. ટીમ માટે કેપ્ટન બાબર આઝમે 68 જ્યારે મોહમ્મદ રિઝવાને 79 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર જેવા દિગ્ગજ બોલરો એક પણ વિકેટ મેળવી શક્યા નથી.