ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માટે બે નવી ટીમોની જાહેરાત કરી. એવો અંદાજ છે કે હરાજી પ્રક્રિયાની શરૂઆત સુધીમાં દરેક ફ્રેન્ચાઇઝીને રૂ. 7,000 કરોડથી રૂ. 10,000 કરોડની વચ્ચે મળવાની ધારણા છે. 22 કંપનીઓને 10 લાખ રૂપિયાનાં ટેન્ડર દસ્તાવેજો મળ્યા છે. નવી ટીમોની મૂળ કિંમત 2,000 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. અત્યાર સુધી અમદાવાદ અને લખનઉ દોડમાં અગ્રેસર છે. જેમાં CVC ગ્રૂપ કેપિટલ પાર્ટર્નસને અમદાવાદની ટીમ મળી.
ફૂટબોલની સૌથી પ્રખ્યાત ક્લબોમાંની એક માન્ચેસ્ટર યુનાઇટેડે પણ IPL ની નવી ટીમ ખરીદવામાં રસ દાખવ્યો છે. એવું માનવામાં આવે છે કે નવી ટીમ ખરીદવામાં ક્લબનાં રસને કારણે BCCIએ ટેન્ડરની તારીખ લંબાવી હતી. તેમના સિવાય, ગૌતમ અદાણી, ભારતનાં સૌથી ધનિક વ્યક્તિઓમાં આવતા અદાણી જૂથ અમદાવાદની ફ્રેન્ચાઈઝી માટે બિડ કરે તેવી અપેક્ષા છે. વળી, અબજોપતિ સંજીવ ગોયન્કાનું આરપીએસજી જૂથ પણ નવી ફ્રેન્ચાઇઝી માટે ગંભીર બિડ કરે તેવી અપેક્ષા છે. IPL માં બે નવી ટીમો માટે બિડિંગમાં અમદાવાદ અને લખનઉનો દાવો મજબૂત જણાય છે. જોકે, રેસમાં ઇન્દોર, ગુવાહાટી, કટક, ધર્મશાળા અને પુણે જેવા વધુ સારા ક્રિકેટ સ્ટેડિયમ ધરાવતા શહેરોનો પણ સમાવેશ થાય છે.
લખનૌ માટે 7090 હજાર કરોડની બોલી લગાવાઇ,પ્રાઇવેટ ઇક્વિટી CVCએ 5600 કરોડની બોલી લગાવી,અદાણી વિજેતા બીડ ન કરી શક્યાના અહેવાલ જોવા મળ્યા ,અદાણીએ 5000 કરોડની બોલી લગાવી હતી. જયારે ટોરેન્ટ ગ્રૂપ પણ વિજેતા બોલીની નજીક ન આવી શક્યા તેમજ માન્ચેસ્ટર યુનાઇટેડ પણ IPL ટીમ ન ખરીદી શક્યું
Ahmedabad and Lucknow to be the two new teams at Indian Premier League (IPL). CVC Capital Partners gets Ahmedabad while RPSG Group gets Lucknow. pic.twitter.com/0zmQS7nQEb
— ANI (@ANI) October 25, 2021
અહેવાલો અનુસાર, અમદાવાદ અને લખનઉ આઇપીએલની બે નવી ટીમોને સ્થાન મળ્યું છે. સૌથી મોટી બોલી ગોએન્કા ગ્રુપે કરી છે, જે 7,000 કરોડ રૂપિયા સુધીની છે. આઇપીએલ/બીસીસીઆઈ દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવાની બાકી છે.
