ICC T20 વર્લ્ડકપ 2021 નાં સુપર 12 નાં ગ્રુપ-2 માં સોમવારે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે સ્કોટલેન્ડને 130 રનથી હરાવી દીધુ છે, આ મેચમાં નજીબુલ્લાહ ઝાદરાને અડધી સદી અને મુજીબ ઉર રહેમાન (5/20) ની ઘાતક બોલિંગ કરી હતી.
આ પણ વાંચો – સ્પોર્ટ્સ / MS ધોનીએ કહ્યું હતું -ભારતીય ટીમ પાકિસ્તાન સામે હારશે તો ચોક્કસ, વીડિયો થઇ રહ્યો છે વાયરલ
જણાવી દઇએ કે, ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને ચાર વિકેટે 190 નો વિશાળ સ્કોર બનાવ્યો હતો અને ત્યારબાદ સ્કોટલેન્ડને 10.2 ઓવરમાં 60 રન બનાવી આઉટ કરી દીધું હતું. અફઘાનિસ્તાન માટે આ મેચ ભાવનાત્મક રીતે મહત્વની હતી કારણ કે દેશમાં તાલિબાનનાં શાસન બાદ ટીમ પ્રથમ વખત ટુર્નામેન્ટ રમી રહી હતી. અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન સ્થપાયું હોવા છતાં અફઘાનિસ્તાનની ટીમે તાલિબાન સામે ઝૂકવાનો ઇનકાર કર્યો હતો અને ટીમ અફઘાન ધ્વજ સાથે મેચ રમવા મેદાનમાં ઉતરી હતી. મેચની શરૂઆત પહેલા ટીમે અફઘાનિસ્તાનનું રાષ્ટ્રગાન ગાયું અને પોતાના દેશનો ધ્વજ પણ ફરકાવ્યો. અફઘાનિસ્તાનનાં લોકો માટે આ ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હતી કારણ કે હાલમાં અફઘાનિસ્તાનમાં આતંકવાદી સંગઠન તાલિબાનનો કબજો છે. અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમનો વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોનાં કેપ્શનમાં લખ્યું છે કે, ‘અફઘાન માટે ભાવનાત્મક ક્ષણ. વૈશ્વિક મંચ પર અફઘાનિસ્તાનનાં સુંદર ધ્વજને મંત્રમુગ્ધ રાષ્ટ્રગાન સાથે જોવું ખૂબ જ આનંદદાયક હતું. આ સમયે દરેકની આંખમાં આંસુ આવી ગયા હતાા.
આ પણ વાંચો – Cricket / એશિઝ સીરીઝ માટે તૈયાર બેન સ્ટોક્સ, IPL માં ઈજા બાદ થયુ હતુ ઓપરેશન
ઉલ્લેખનીય છે કે, T20 વર્લ્ડકપ 2021ની સુપર 12 ગ્રુપ મેચમાં અફઘાનિસ્તાને સ્કોટલેન્ડ સામે જોરદાર વિજય નોંધાવ્યો છે. આ સાથે તેણે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. અફઘાનિસ્તાને સ્કોટલેન્ડને 130 રનથી હરાવીને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધીની સૌથી મોટી જીત નોંધાવી છે. T20 ક્રિકેટમાં આ પહેલા અફઘાનિસ્તાન આટલા મોટા માર્જિનથી મેચ જીત્યું ન હતું. આ પહેલા 2013 માં અફઘાનિસ્તાને શારજાહમાં કેન્યાને 106 રનથી હરાવ્યું હતું. જ્યારે 2019માં આયર્લેન્ડને 84 રને હરાવ્યુ હતુ.
