Cricket/ એશિઝ સીરીઝ માટે તૈયાર બેન સ્ટોક્સ, IPL માં ઈજા બાદ થયુ હતુ ઓપરેશન

એશિઝ સીરીઝ પહેલા ઈંગ્લેન્ડની ટીમ માટે એક મોટા સમાચાર આવ્યા છે. ટીમનાં સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ, જે ઘણા મહિનાઓ સુધી ઈજાને કારણે બહાર રહ્યો હતો, તે ટીમમાં પાછો ફર્યો છે. 

Sports
બેન સ્ટોક્સ

ઓસ્ટ્રેલિયા સામેની એશિઝ સીરીઝ પહેલા ઈંગ્લેન્ડની ટીમ માટે એક મોટા સમાચાર આવ્યા છે. ટીમનાં સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ, જે ઘણા મહિનાઓ સુધી ઈજાને કારણે બહાર રહ્યો હતો, તે ટીમમાં પાછો ફર્યો છે. સ્ટોક્સને મેડિકલ ટીમ અને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડનાં સલાહકારો દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે અને હવે સ્ટોક્સ પણ પૂરી ટીમ સાથે ઓસ્ટ્રેલિયા જશે.

બેન સ્ટોક્સ

આ પણ વાંચો – T20 World Cup / પાકિસ્તાન વિરુદ્ધ મોટા રનરેટથી હારવુ ભારતને પડી શકે છે ભારે, સેમિફાઇનલનો રસ્તો રહેશે મુશ્કિલ

બેન સ્ટોક્સ 8 ડિસેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે શરૂ થનારી એશિઝ સીરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમમાં પરત ફર્યો છે. અગાઉ પસંદ થયેલી 17 સભ્યોની ટીમમાં સ્ટોક્સનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. ઈંગ્લેન્ડની મેડિકલ ટીમે સ્ટોક્સને સંપૂર્ણ ફિટ જાહેર કર્યા બાદ ઓલરાઉન્ડરને ટીમમાં સ્થાન મળ્યું છે અને બાકીનાં ખેલાડીઓ સાથે 4 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. સ્ટોક્સ તેની આંગળીની ઈજા સાથે ઝઝૂમી રહ્યો હતો અને તેણે માનસિક થાકને ટાંકીને ક્રિકેટમાંથી થોડો બ્રેક લીધો હતો. ECB એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ECB મેડિકલ ટીમ અને સલાહકાર દ્વારા સ્ટોક્સને તેની બીજી આંગળીનાં ઓપરેશન પછી તાલીમ ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે અને તેને ફિટ જાહેર કરવામાં આવ્યો છે.”

https://twitter.com/englandcricket/status/1452544814654935041?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1452544814654935041%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.livehindustan.com%2Fcricket%2Fstory-all-rounder-ben-stokes-is-included-in-england-team-squad-for-ashes-series-against-australia-4916116.html

તે 4 નવેમ્બરે ટીમ સાથે રવાના થશે. IPL 2021 નાં ​​પહેલા તબક્કામાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતી વખતે સ્ટોક્સને આંગળીમાં ઈજા આવી હતી અને તે પછી તેનું પ્રથમ ઓપરેશન થયું હતું. આ પછી, સ્ટોક્સે ભારત સામેની ટેસ્ટ સીરીઝની શરૂઆત પહેલા ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો. તાજેતરમાં જ તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલાક વીડિયો શેર કર્યા હતા, જેમાં તે બેટિંગ અને બોલિંગ કરતો જોવા મળ્યો હતો.

બેન સ્ટોક્સ

આ પણ વાંચો – T20 World Cup / તો શું અમ્પાયરની એક ભૂલનાં કારણે કે.એલ.રાહુલ થયો આઉટ? સોશિયલ મીડિયામાં ફેન્સ થયા ગુસ્સે

પોતાના પુનરાગમન વિશે વાત કરતા બેન સ્ટોક્સે કહ્યું, “હવે મારે મારા સાથી ખેલાડીઓને મળવું છે અને તેમની સાથે મેદાન પર જવું છે. હું ઓસ્ટ્રેલિયા માટે તૈયાર છું.” ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડનાં મેનેજિંગ ડિરેક્ટરે કહ્યું, “બેન સ્ટોક્સે વારંવાર બતાવ્યું છે કે તે ઈંગ્લેન્ડની ટીમ માટે કેટલો મહત્વપૂર્ણ છે અને તેની હાજરીથી ઈંગ્લેન્ડનાં ખેલાડીઓને એશિઝ સીરીઝમાં ફાયદો થશે.” એશિઝ સીરીઝ 8 ડિસેમ્બરથી શરૂ થશે અને આ 5 મેચોની ટેસ્ટ સીરીઝની અંતિમ મેચ 14 જાન્યુઆરીથી રમાશે.