ભારતમાં કોરોનાવાયરસ સામેનાં યુદ્ધ વચ્ચે સતત તેને હરાવવાનો પ્રયાસો કરવામાં આવી રહ્યો છે. રસીની સાથે અન્ય પદ્ધતિઓ પર પણ કામ કરવામાં આવી રહ્યું છે. ભારતમાં કોરોનાની સારવાર માટે કેપ્સ્યુલ્સ પણ તૈયાર કરવામાં આવી રહી છે. આ કેપ્સ્યુલ (Oral Capsule) નું નિર્માણ દવા નિર્માતા ઓપ્ટિમસ ફાર્મા (Optimus Pharma) કરી રહી છે. ખાસ વાત એ છે કે કેપ્સ્યુલનાં ત્રીજા તબક્કાની ટ્રાયલ પૂર્ણ થઈ ગઈ છે.

આ પણ વાંચો – T20 World Cup / રોનાલ્ડોની નકલ કરતા વોર્નરે પ્રેસ કોન્ફરન્સમાં હટાવી CocaCola ની બોટલ, Video
ઓપ્ટિમસ ફાર્માનું કહેવું છે કે, કેપ્સ્યુલનાં ઈમરજન્સી ઉપયોગને ટૂંક સમયમાં મંજૂરી મળી શકે છે. સલાહકાર સમિતિ 30 ઓક્ટોબરે મર્ક અને રિજબેકની હળવાથી મધ્યમ કોવિડ ચેપની સારવાર માટે મોલનુપિરવીરની ઇમરજન્સી મંજૂરી માટેની વિનંતીને ધ્યાનમાં લેવા બેઠક કરશે. ભારતમાં કોરોનાવાયરસની સારવાર માટે મોલનુપિરવીર ઓરલ કેપ્સ્યુલનાં ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. જણાવી દઇએ કે, 18 મે, 2021 નાં રોજ, હૈદરાબાદ સ્થિત ફર્મને CDSCO, આરોગ્ય સેવા મહાનિર્દેશાલયની વિષય નિષ્ણાત સમિતિ (SEC) ની ભલામણ અનુસાર ટ્રાયલ હાથ ધરવા માટે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI), DGHS અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયથી મંજૂરી મળી હતી. અભ્યાસ મુજબ, સારવારમાં 78.4 ટકા દર્દીઓ RT-PCR નેગેટિવ હોવાનું જણાયું હતું, જ્યારે પ્લાસિબો જૂથમાં 48.2% દર્દીઓ હતા.

આ પણ વાંચો – Political / ગાઝીપુર બોર્ડર પર લગાવેલા બેરિકેડ્સ હટાવાયા, ટિકૈતે કહ્યુ- અમે પાક વેચવા સંસદ જઈશું
જણાવી દઇએ કે, સલાહકાર સમિતિ 30 ઓક્ટોબરે મહત્વની બેઠક કરશે. આ બેઠકમાં હળવાથી મધ્યમ કોવિડ ચેપની સારવાર માટે મોલનુપિરવીરની ઇમરજન્સી મંજૂરી માટે મર્ક અને રિજબેકની વિનંતી પર વિચાર કરવામાં આવશે. ઓપ્ટિમસ ફાર્માનાં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડી. શ્રીનિવાસ રેડ્ડીએ જણાવ્યું હતું કે, “અમારો ઉદ્દેશ્ય COVID-19 માટે અત્યાધુનિક અને ખર્ચ-અસરકારક સારવાર વિકલ્પ વિકસાવવાનો છે અને શક્ય તેટલા ઓછા સમયમાં રોગને નિષ્ક્રિય કરવાનો છે. આપને જણાવી દઈએ કે, ઓપ્ટીમસ એ પ્રથમ ફાર્મા કંપની છે, જેમાં ફેઝ 3 ક્લિનિકલ ટ્રાયલ રજૂ કરવામાં આવી હતી. આ દવા પરનો અભ્યાસ દેશમાં 29 અલગ-અલગ સ્થળોએ કરવામાં આવ્યો હતો.
