શું તમે ક્યારેય કૂતરા અને સિંહ વચ્ચેની લડાઈ જોઈ છે? તમે કદાચ નહીં જોઇ હોય, પરંતુ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. આ વીડિયોમાં એક સિંહણ અને એક કૂતરો જંગલમાં એકબીજા સાથે લડી રહ્યા છે. સિંહણ અને કૂતરાની લડાઈનો અંત એટલો રસપ્રદ છે કે વીડિયો જોયા પછી લોકો હસવાનું રોકી નહીં શકે.

આ પણ વાંચો – ગજબ ફેશન / ફેશન ડિઝાઈનર પત્નીએ ઘરમાં પડેલા ખરાબ માસ્કમાંથી બનાવ્યું સ્ટાઈલિશ આઉટફિટ, હર્ષ ગોયનકાએ આ રીતે કર્યા વખાણ
સિંહ અને સિંહણને જંગલમાં શિકાર કરતા હોય અને કોઇ અન્ય જાનવર પર હુમલો કરતા હોય તેવુ તમે સાંભળ્યુ હશે, પરંતુ અમે આજે તમને જે જણાવવાનાં છીએ તે જાણી અને બાદમાં આ વિશેનો વીડિયો જોઇ તમે તમારુ માથુ ખંજવાડવા લાગશો. જી હા, સોશિયલ મીડિયા પર આજકાલ અલગ-અલગ પ્રકારનાં વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આવો જ એક રસપ્રદ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જો આ વીડિયો ન હોય, તો કદાચ કોઈ પણ આ ઘટના પર વિશ્વાસ ન કરે. આવા જ એક વીડિયોમાં એક કૂતરો સિંહણનો પીછો કરતો જોવા મળે છે. આ કારણે તમે તેને મૂર્ખ કહી શકો છો. પરંતુ તેને જરા પણ ડર હોય તેવુ લાગતુ નથી અને સીદો સિંહણ સાથે લડવા માટે તેની સામે પહોંચી જાય છે. સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે, પરંતુ આ વીડિયો જોયા પછી લોકોને શંકા થઈ રહી છે, કારણ કે સિંહણ અને કૂતરાની લડાઈમાં સિંહણની હાર થાય છે. જો જંગલનો રાજા સિંહ છે, તો તેની રાણી સિંહણ જ કહેવાય. આવી સ્થિતિમાં, એક રાણીને પૂંછડી દબાવીને દોડતી જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. વાયરલ વીડિયોમાં કૂતરો સિંહણ પર ભસતો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, કૂતરાએ સિંહણ પર તેના પંજા વડે હુમલો પણ કર્યો હતો. આ હુમલા બાદ માત્ર સિંહણને ત્યાંથી ભાગવું પડ્યું હતું.
What’s happening?? pic.twitter.com/QMESBRVZ6f
— Susanta Nanda IFS (Retd) (@susantananda3) October 28, 2021
આ પણ વાંચો – હવામાં ઉડાડો હવે સાઈકલ / શું તમારે સાઇકલ હવામાં ઉડાડવી છે? તો ઉડાડો સરળતાથી હવામાં ઉડતી સાઇકલ
આ વીડિયો એક સફારીમાં કેપ્ચર થયો છે. તેને IFS ઓફિસર સુસંતા નંદાએ ટ્વિટર પર શેર કર્યો હતો. કેપ્શનમાં, તેમણે તેના ફોલોવર્સને પૂછ્યું કે આખરે શું થઈ રહ્યું છે? આપને જણાવી દઈએ કે, આ અધિકારીઓ જંગલી પ્રાણીઓનાં આવા અદ્ભુત વીડિયો શેર કરતા રહે છે. લોકો તેમના દ્વારા શેર કરેલા વીડિયોને પસંદ કરે છે. લોકો આ વીડિયોને ખૂબ જ ઝડપથી શેર કરી રહ્યા છે અને તેને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.
