ઘણીવાર તમે સાંભળ્યું હશે કે જોયું પણ હશે કે નશો કરનાર લોકો વચ્ચે જલ્દી મિત્રતા થઈ જાય છે. દારૂ-સિગારેટ પીનારાઓ એકબીજા સાથે ખૂબ જ આરામથી મળી જાય છે. પરંતુ, જો તમને પૂછવામાં આવે કે શું તમે ક્યારેય સિગારેટ માટે માણસ અને કાગડા વચ્ચે મિત્રતા જોઈ છે? ચોક્કસ તમારો જવાબ ના હશે. પરંતુ, આજે અમે તમને એવા જ એક કિસ્સાથી પરિચિત કરાવવા જઈ રહ્યા છીએ, જ્યાં કાગડા અને માણસો એકસાથે કશ લગાવતા હોય છે.
‘ડેઇલી મેઇલ’ અનુસાર, જ્યારે કોરોના વાયરસે આખી દુનિયાને ફટકો માર્યો હતો, ત્યારે ઇંગ્લેન્ડના ઇસ્ટ સસેક્સનો રહેવાસી પીટ પોતાનો મોટાભાગનો સમય ગાર્ડનમાં પસાર કરતો હતો. પીટ બગીચામાં બેસીને સિગારેટ પીતો હતો. એક દિવસ તે સિગારેટ પી રહ્યો હતો ત્યારે એક કાગડો ત્યાં આવ્યો અને તેની બાજુમાં બેસી ગયો. જ્યારે પીટે તેને સિગારેટ ઓફર કરી તો તે પણ આનંદથી પીવા લાગ્યો. પીટ કહે છે કે જ્યારે કાગડો પહેલીવાર સિગારેટ પીતો હતો ત્યારે તેને તેની લત લાગી ગઈ હતી અને તે દરરોજ તેની પાસે આવીને ધૂમ્રપાન કરવા લાગ્યો હતો.
બંને મસ્ત થઈને સિગારેટ પીવા લાગ્યા. પીટે પ્રેમથી કાગડાનું નામ ક્રેગ રાખ્યું. પીટે જણાવ્યું કે ઘણી વખત કાગડો તેના મોંમાંથી બળજબરીથી સિગારેટ છીનવી લેતો હતો. ઘણા મહિનાઓ સુધી બંને એકસાથે સિગારેટ પીતા હતા. પરંતુ, અચાનક ક્રેગે બગીચામાં આવવાનું બંધ કરી દીધું. ઘણા મહિનાઓ વીતી ગયા જ્યારે કાગડો બગીચામાં ન આવ્યો. પીટ કહે છે કે તેને ડર છે કે તે ઘણી બધી સિગારેટ પીવાથી મૃત્યુ પામ્યો હશે. પીટે પણ તેને શોધવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ કોઈ માહિતી મળી ન હતી. પીટે કાગડા સાથે સિગારેટ પીતા તેની ઘણી તસવીરો પણ શેર કરી છે.
આ પણ વાંચો:ભારતની મુલાકાતે આવતા વિદેશી નેતાઓ માત્ર ગુજરાતમાં જ જાય છે :શરદ પવાર
