Not Set/ આર્યન ખાનને પૂછપરછ માટે NCBની SIT દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું, આજે જ હારજ થવા ફરમાન

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને NCBની SIT દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. SITએ આજે ​​જ આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યો છે

Top Stories Entertainment

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને NCBની SIT દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. SITએ આજે ​​જ આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યો છે. NCBની વિશેષ તપાસ ટીમ જે 6 કેસોની તપાસ કરી રહી છે તેમાં તમામ આરોપીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવશે. આ સંદર્ભમાં આર્યન ખાનને આજે બોલાવવામાં આવ્યો છે. જોકે, સમાચાર લખાય છે ત્યાં સુધી આર્યન NCBની SIT સમક્ષ પૂછપરછ માટે હાજર થયો નથી.

NCBની SITએ નવાબ મલિકના જમાઈ સમીર ખાનને પણ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યુ છે. એસઆઈટી જે છ કેસોની તપાસ કરી રહી છે તે તમામ લોકોને ફરીથી પૂછપરછ માટે બોલાવવામાં આવશે. આ NCB ટીમ પણ ક્રૂઝ પર ગઈ હતી અને ક્રાઈમ સીન ફરીથી બનાવવામાં આવ્યો હતો. ડ્રગ્સ કેસ સાથે જોડાયેલા અન્ય આરોપી અરબાઝ મર્ચન્ટને પણ NCBની SIT દ્વારા પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યા છે.

આર્યન ખાન જામીન પર બહાર

તમને જણાવી દઈએ કે આર્યન ખાન હાલમાં ડ્રગ કેસમાં જામીન પર બહાર છે. NCB દ્વારા 2 ઓક્ટોબરની રાત્રે કોર્ડેલિયા ક્રુઝમાંથી તેની અટકાયત કરવામાં આવી હતી અને બીજા દિવસે ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચા સહિત અન્ય કેટલાક લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી.

હવામાન / અરબી સમુદ્રમાં લો ડિપ્રેશન, માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના

દ્વારકા / પાક.ની ફરી નાપાક હરકત, ફિશિંગ બોટ પર કર્યું ફાયરીગ, એક માછીમારનું મોત

ગજબ છે ..! / અનોખું ગામ જ્યાં મહિલાઓના વાળ તેમની લંબાઈ કરતા વધુ લાંબા હોય છે

Technology / ફોનમાં એક્ટિવ ઈન્ટરનેટ ન હોવા છતાં પણ વોટ્સએપ વેબ ચાલી શકશે, આ રીતે કરો કનેક્ટ

ગજબ છે ..! / રેલવે સ્ટેશન કે એરપોર્ટ?  અહીની વિશ્વકક્ષાની સુવિધાઓ જોઈ ચોક્કસથી આંખો અંજાઈ જશે

World / ડ્રેગન બનાવી રહ્યું છે ખતરનાક જૈવિક હથિયાર, વિશ્વ માટે ઘાતક સાબિત થઇ શકે છે