સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢમા ભૂમાફયાઓએ ગૌચર ખોદી નાખતા પશુપાલકોમાં રોષની લાગણી ફેલાવા પામી છે. એક તરફ સરકાર ગૌચર બચાવો અભિયાન ચલાવી રહીં છે ને બીજી તરફ ભૂમાફયાઓ દ્વારા થાનગઢના ગૌચર ખોદી કોલસાનો કાળો કારોબાર ચલાવતા હોવાથી પશુ પાલકો રોષે ભરાયા હતા.
આ પણ વાંચો ;વિધાનસભા ચૂંટણી 2022 / ઉત્તરપ્રદેશમાં BSP એકલા હાથે ચૂંટણી લડશે,કોઇપણ પક્ષ સાથે ગઠબંધન કરશે નહી : માયાવતી
સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢમા ભૂમાફયાઓએ ગૌચર ખોદી નાખતા પશુપાલકોમાં રોષની લાગણી ફેલાવા પામી છે. કોલસાના કારોબારમાં જીલ્લાના અને સ્થાનિક સહીત ગાંધીનગર સુધીના ઝભ્ભા ધારી નેતાઓની પણ સંડોવણી હોવાનાં માલધારીએ આક્ષેપ કર્યા હતા.
આ પણ વાંચો ;ટિપ્પણી / સુપ્રીમ કોર્ટે કહ્યું રાજ્યપાલ નિર્ણય લેવામાં વિંલંબ ન કરી શકે, ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા મામલે ટિપ્પ્ણી
સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ તંત્ર ખનન માફિયાની અરજી લેવામા પણ ઢીલાશ કરતાં હોવાની અરજદારોએ આક્ષેપ કર્યો હતો. સરકારી તંત્ર સહીત રાજકીય નેતાઓનો કોલસાના કાળા કારોબારમાં હાથ કાળા કરતાં હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. ખનીજ માફિયા દ્વારા ખોદાતા ગૌચર સરકાર દ્વારા વહેલી તકે બંધ કરાવામાં આવે તેવી લેખિત અરજી નાજાભાઈ બાલાભાઈ અલગોતરે સરકારમાં આપી રોષ ઠલવાતાં જણાવ્યું હતુ.
