રાજયમાં કોરોના કેસ ફરી પાછા વધતા હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે આ વખતે કોરોના કેસ વધતા જ રાજયનું આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે. રાજય માં અમુક શહેરોમાં ફરી પાછા કેસો વધતા શહેરમાં ફરીવાર કન્ટેનમેન્ટ ઝોનનો અમલ કરવામાં આવ્યો છે.દેશે 100 કરોડ કોરોના વેક્સિનનો ટાર્ગેટ ગયા મહિને જ પાર કર્યો છે. પરંતુ આ પછી પણ દેશમાં હજુ પણ એવા ઘણા લોકો છે જેમણે હજુ સુધી કોરોનાના બંને ડોઝ નથી લીધા. હવે આ સ્થિતિને જોતા રાજ્ય સરકારોએ કડક વલણ અપનાવવાનું શરૂ કર્યું છે. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ એક મોટી જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત જેમણે કોરોનાની રસી નથી લીધી તેમના માટે સાબરમતી રિવર ફ્રન્ટ સહિત અનેક પર્યટન સ્થળો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો ;રાજકોટ / સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી સમયમાં જાપાનીઝ લેંગ્વેજ લેબ ધમધમશે
સરકાર દ્વારા તાજેતરમાં જ એક મોટી જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત જેમણે કોરોનાની રસી નથી લીધી તેમને કેટલાક જે સ્થળોએ જવાથી અટકાવવામાં આવ્યા છેૢ તેમાં AMTS, BRTS, કાંકરિયા લેક ફ્રન્ટ, કાંકરિયા ઝૂ અને સાબરમતી રિવરફ્રન્ટનો સમાવેશ થાય છે. ગુ સરકાર દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર આ પ્રતિબંધ શુક્રવાર, 12 નવેમ્બરથી લાગુ કરવામાં આવ્યો છે. સરકારના જણાવ્યા અનુસાર, જે લોકો 18 વર્ષથી વધુ ઉંમરના છે અને કોરોના રસી લેવા માટે યોગ્ય છે, જો તેઓએ કોરોનાથી બચવા માટે પહેલો કે બીજો ડોઝ લીધો નથી, તો તેમને આ સ્થળોની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
આ પણ વાંચો ;અમદાવાદ / પતિના ત્રાસથી વધુ એક મહિલાનો આપઘાત, આયશાનાં પતિ જેવી કરી હતી ભૂલ
અમદાવાદ શહેરમાં કોરોના ફરીવાર કેસો વધતા જોવા મળી રહ્યા છે . ત્યારે ઇસનપુર વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસોનો લઈને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરીને AMCએ શહેરીજનોને સતર્ક થઈ જવા તાકીદ કરી હતી. તે ઉપરાંત જેવી રીતે લોકડાઉન દરમિયાન પોલીસે પોતાની ફરજ અદા કરી હતી. તેવી જ રીતે હવે અમદાવાદ શહેરમાં પોતાની ફરજ સમજીને લોકોને સમજાવવા માટે પોલીસ રસ્તા પર ઉતરી છે.
