કોરોના કાળ અને દિવાળી વેકેશનને લઈને રાજ્યની તમામ શાળાઓ હાલ બંઘ છે. ત્યારે મતદાન યાદી સુધારણાનો લાભ લોકો વધુ ઝડપથી અને સરળ રીતે લઈ શકે તે માટે શિક્ષણ વિભાગે દર વખતની જેમ આ વખતે પણ સ્કુલો ખુલ્લી રાખવા આદેશ કર્યો છે. જેને લઈને 14,21,27 અને 28મી નવેમ્બરે શાળાઓ ચાલુ રહેશે. જેમાં શાળામાં ફાળવાયેલા બુથો પર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ થશે. સ્કૂલોના બુથ પર હક, દાવાઓ અને વાંઘા અરજી સ્વીકારશે તેવી સૂચના પણ DEO કચેરી દ્વારા સંબંધિત શાળાઓને અપાઈ છે.
ત્યારે રાજકોટ જિલ્લામાં યુવાનોને મતદાર બનાવવા કલેકટર તંત્ર દ્વારા કવાયત ચાલી રહી છે. જે અંતર્ગત મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણાની ખાસ ઝુંબેશના પ્રથમ દિવસે ગઈકાલે 10 હજારથી વધુ યુવાનોએ મતદાર બનવા માટે ફોર્મ ભર્યા છે. જિલ્લામાં ગઇકાલના દિવસે સુધારા- વધારા સહિતના કામો માટે કુલ 18721 ફોર્મ ભરાયા હતા.
આ પણ વાંચો ;Pollution / વાયુ પ્રદૂષણ મામલે હરિયાણાના 4 જિલ્લામાં શાળાઓ આ તારીખ સુધી બંધ રહેશે…
ચૂંટણી વિભાગ દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા.14, 21 27 અને 28ના રોજ નજીકના મતદાન મથકો ઉપર નવા ચૂંટણી કાર્ડ કાઢવાની તેમજ ફેરફાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે અન્વયે 18 વર્ષ પૂર્ણ થયા હોય તેવા તમામ યુવાનો મતદાર યાદીમાં નામ નોંધાવે તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ પણ કરવામાં આવી રહી છે. તા.1/1/2022ની લાયકાતની તારીખના રોજ 18 વર્ષ કે તેથી વધુ ઉમર પૂર્ણ કરતા હોય તેવા યુવાનો મતદાર યાદી નામ નોંધાવી શકે છે.
નવેમ્બર મહિના દરમિયાન મતદારો મતદારયાદીમાં નામ નોંધણી, નામ રદ્દ કરવા, કોઈ નામની સામે વાંધો લેવા, નામ કે અન્ય વિગતો સુધારવા માટે સંબધિત નિયત નમુનાના ફોર્મ ભરી જરૂરી આધાર પુરાવાઓ સાથે તેમના રહેઠાણ વિસ્તારના મતદાર નોંધણી અધિકારી અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારી અથવા બુથ ઓફિસરોને હક્ક દાવાઓ રજુ કરી શકે છે. વધુમાં મહિનાના ચાર દિવસે દરેક મતદાન મથકે આ કામગીરી કરવામાં આવી રહી છે.
જે અંતર્ગત ગઈકાલના રોજ જિલ્લામાં 10317 યુવાનોએ મતદારયાદીમાં નામ ઉમેરવા માટે ફોર્મ ભર્યું છે. જેમાં નામ ઉમેરવા માટે રાજકોટ પૂર્વમાં 1048, રાજકોટ પશ્ચિમમાં 958, રાજકોટ દક્ષિણમાં 817, રાજકોટ ગ્રામ્યમાં 2651, જસદણમાં 1080, ગોંડલમાં 1180, જેતપુરમાં 1479 અને ધોરાજીમાં 1104 ફોર્મ નં.6 ભરાયા છે.
આ પણ વાંચો ;રાજકોટ / ટાગોર રોડ પર આવેલા અતુલ મોટર્સના શોરૂમમાં રાત્રીના વિકરાળ આગતા, લાખોમાં નુકશાન થયું
