Political/ કૃષિ કાયદાને લઇને આ શું બોલી ગયા રાજ્યપાલ કલરાજ મિશ્રા? Video

PM મોદીનાં કાયદાને પાછો ખેંચવાનાં નિર્ણયની પ્રશંસા કરતા કલરાજ મિશ્રાએ એમ પણ કહ્યું કે જો જરૂર પડશે તો ફરીથી કાયદો બનાવી શકાય છે. અગાઉ સાક્ષી મહારાજે કહ્યું હતું કે બિલ બને છે, બગડે છે અને પછી પાછા આવે છે.

Top Stories India
કલરાજ મિશ્રા

ત્રણ કૃષિ કાયદા પરત લેવાનો નિર્ણય લીધા બાદ PM મોદીનાં લોકો વખાણ પણ કરી રહ્યા છે અને ઘણા તેમના આ કાયદો પરત લેવાનાં નિર્ણયને ખોટો પણ ગણાવી રહ્યા છે. આ વચ્ચે કૃષિ કાયદાને લઈને રાજસ્થાનનાં રાજ્યપાલ કલરાજ મિશ્રાએ એક એવી વાત કહી છે જે ખેડૂતોનાં આંદોલનને ખતમ કરવામાં અડચણ બની શકે છે.

આ પણ વાંચો – મુલાકાત / મમતા બેનર્જી દિલ્હીની મુલાકાત લેશે, સંસદ સત્ર માટે વિપક્ષ સાથે રણનીતિ પર ચર્ચા કરશે

PM મોદીનાં કાયદાને પાછો ખેંચવાનાં નિર્ણયની પ્રશંસા કરતા કલરાજ મિશ્રાએ એમ પણ કહ્યું કે જો જરૂર પડશે તો ફરીથી કાયદો બનાવી શકાય છે. અગાઉ સાક્ષી મહારાજે કહ્યું હતું કે બિલ બને છે, બગડે છે અને પછી પાછા આવે છે. કલરાજ મિશ્રાએ ભદોહીમાં કહ્યું કે, સરકાર ખેડૂતોને કાયદાની સુધારણા વિશે જણાવી શકી નથી. ખેડૂતોનો વિરોધ સતત ચાલુ રહ્યો છે. ત્યારે સરકારે આ ત્રણેય કાયદાઓ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. તેમનું માનવું છે કે સરકારે સારું પગલું ભર્યું છે. કલરાજ મિશ્રા ફિલ્મમેકર કૃષ્ણા મિશ્રાની પુત્રીનાં લગ્ન પ્રસંગે તેમના ભદોહી સ્થિત ઘરે પહોંચ્યા હતા. તેમણે વિંધ્યાચલ ધામમાં પ્રાર્થના કરી હતી. ત્યારબાદ મીડિયા સાથે વાત કરી. બીજી તરફ ઉન્નાવમાં ભાજપ સાંસદ સાક્ષી મહારાજે શનિવારે કહ્યું કે, બિલ આવતા-જતા રહે છે અને બગડતા રહે છે અને ફરી પરત પણ લેવાઇ જાય છે. વડાપ્રધાન મોદી માટે રાષ્ટ્ર પ્રથમ છે, તેથી તેમણે બિલ પાછું ખેંચવાનું કહ્યું. ખેડૂતોની વચ્ચે ઉપદ્રવીઓ દેશવિરોધી પ્રવૃતિઓ કરી રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ તેમના ઈરાદા પર પાણી ફેરવી દીધું છે. નવજોત સિંહ સિદ્ધુ દ્વારા પાકિસ્તાનનાં PM ઈમરાન ખાનને મોટા ભાઈ કહેવા પર સાક્ષીએ કહ્યું કે જ્યાં મોટા ભાઈ રહે છે, નાના ભાઈ પણ ત્યાં રહે તો સારું.

આ પણ વાંચો – Gandhinagar /  ગીફ્ટ સિટી ખાતે આગામી સમયમાં સ્ટોક અને બુલિયન એક્સચેન્જ કાર્યરત થશે : નિર્મલા સિતારામણ

તેલંગાણાનાં મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે કહ્યું છે કે, તેમની સરકાર કૃષિ કાયદા વિરુદ્ધનાં આંદોલનમાં માર્યા ગયેલા લગભગ 750 ખેડૂતોનાં પરિવારોને આર્થિક સહાય પૂરી પાડશે. આ તમામ પરિવારોને 3-3 લાખ રૂપિયા આપવામાં આવશે. રાવે શનિવારે કેન્દ્ર સરકાર પાસે પણ માંગ કરી છે કે તેમણે પીડિત પરિવારોને 25 લાખ રૂપિયાની મદદ કરવી જોઈએ. તેમનું એમ પણ કહેવું છે કે આંદોલન દરમિયાન ખેડૂતો પર નોંધાયેલા કેસ પાછા ખેંચવા જોઈએ. નોંધનીય છે કે આ પહેલા ભાજપનાં સાંસદ વરુણ ગાંધીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે આંદોલન દરમિયાન શહીદ થયેલા ખેડૂતો માટે એક-એક કરોડ રૂપિયાનું વળતર માંગ્યું છે. વરુણ ગાંધીએ લખીમપુર કેસને લઈને પણ સરકાર પર પ્રહારો કર્યા છે.