ભારતીય નૌકાદળનાં ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાનને સોમવારે એટલે કે આજે વીર ચક્ર એનાયત કરવામાં આવ્યુ છે. જણાવી દઈએ કે, વીર ચક્ર એનાયત કરવા માટે અભિનંદનનાં નામની જાહેરાત પહેલા જ કરવામાં આવી હતી અને હવે રાષ્ટ્રપતિ ભવનમાં રામનાથ કોવિંદ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. આપને જણાવી દઇએ કે, અભિનંદન 27 ફેબ્રુઆરી 2019 નાં રોજ થયેલા બાલાકોટ એરસ્ટ્રાઈક દરમિયાન એરફોર્સમાં વિંગ કમાન્ડર હતા અને પાકિસ્તાનનાં F-16ને તોડી પાડ્યુ હતુ. પાકિસ્તાનની સરહદમાં અભિનંદનનું પ્લેન ક્રેશ થવાને કારણે તેમને કેદ કરી લેવામાં આવ્યા હતા. ભારતનાં દબાણ બાદ અભિનંદનને 60 કલાક બાદ મુક્ત કરવામાં આવ્યા હતા.
#WATCH | Delhi: Major Vibhuti Shankar Dhoundiyal’s wife Lieutenant Nitika Kaul and mother Saroj Dhoundiyal receive his Shaurya Chakra (Posthumous) for an operation in Jammu and Kashmir in which five terrorists were killed and 200 kg explosives were recovered. pic.twitter.com/0TmNwgBQ3b
— ANI (@ANI) November 22, 2021
આ પણ વાંચો – Covid Vaccine / વેક્સિનેશનની પ્રક્રિયાને ઝડપી બનાવવા હવે સરકારે બનાવ્યો અનોખો પ્લાન, ‘રસી લો અને ઈનામ મેળવો’
આપને જણાવી દઇએ કે, બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાની F-16 એરક્રાફ્ટને તોડી પાડવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, 14 ફેબ્રુઆરી, 2019નાં રોજ પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે કાશ્મીરનાં પુલવામામાં CRPFનાં કાફલા પર આત્મઘાતી હુમલો કર્યો હતો, જેમાં 40 ભારતીય જવાનો શહીદ થયા હતા. તે પછી, ભારતે 26 ફેબ્રુઆરીની રાત્રે કાર્યવાહી કરી અને બાલાકોટમાં આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો હતો, જેમાં 300 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. મેજર વિભૂતિ શંકર ઢોંડિયાલને ઓપરેશનમાં તેમની ભૂમિકા બદલ શૌર્ય ચક્ર (મરણોત્તર) એનાયત કરવામાં આવ્યો હતો. તેઓએ 5 આતંકવાદીઓને ઠાર કર્યા હતા અને 200 કિલો વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી હતી. મેજર વિભૂતિ શંકર ઢોંડિયાલની પત્ની લેફ્ટનન્ટ નીતિકા કૌલ અને માતા સરોજ ઢોંડિયાલને જમ્મુ અને કાશ્મીરમાં ઓપરેશન માટે શૌર્ય ચક્ર (મરણોત્તર) પ્રાપ્ત થયું હતું. જમ્મુ અને કાશ્મીરમાં એક ઓપરેશન દરમિયાન A++ શ્રેણીનાં આતંકવાદીને મારવા બદલ નાયબ સુબેદાર સોમબીરને (મરણોત્તર) શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સન્માન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ હાજરી આપી.
આ પણ વાંચો – ભૂલકાઓનું વેકેશન પૂરુ / આજથી ધો.1 થી 5ની શાળાઓ શરૂ, ઓફલાઇન શિક્ષણ માટે વાલીની મંજૂરી જરૂરી
LIVE: President Kovind presents Gallantry Awards at Defence Investiture Ceremony-I at Rashtrapati Bhavan https://t.co/ZsKDxtJx18
— President of India (@rashtrapatibhvn) November 22, 2021
કોર ઑફ એન્જિનિયર્સનાં સાપર પ્રકાશ જાધવને કીર્તિ ચક્ર (મરણોત્તર) એનાયત કરવામાં આવ્યો હતો, જે જમ્મુ અને કાશ્મીરમાં એક ઓપરેશનમાં આતંકવાદીઓને બેઅસર કરવા માટે બીજો સર્વોચ્ચ શાંતિકાલિન વીરતા પુરસ્કાર છે. પૂર્વ પૂર્વી આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ (નિવૃત્ત), એન્જિનિયર-ઈન-ચીફ લેફ્ટનન્ટ જનરલ હરપાલ સિંહ, દક્ષિણિ કમાન્ડર નૌસેના વાઈસ એડમિરલ અનિલ ચાવલાને પરમ વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. ઈસ્ટર્ન એર કમાન્ડર એર માર્શલ દિલીપ પટનાયકને અતિ વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
