Not Set/ સુરતીમાંથી પકડાયો 1 કરોડનો ગાંજો, પોલીસ આ રીતે કર્યો પર્દાફાશ

સુરતમાંથી અવાર નવા ડ્રગ્સના કિસ્સાઓ સામે આવે છે ત્યારે સુરતમાં પોલીસે 1 કરોડનો ગાંજો ઝડપી પાડ઼્યો છે.

Gujarat Surat
ગાંજો

સુરતમાં ડ્રગ્સ અગેઇન નો કોમ્પરોમાઇઝ અભિયાન અંતર્ગત ડીસીબીએ નિયોલ ચેકપોસ્ટ પરથી એક ટ્રાન્સપોર્ટરને અંદાજે એક કરોડનો ગાંજો ઝડપી પાડ્યો છે. ઝડપાયેલો શખ્સ ડીંડોલી વિસ્તારનો રહેવાસી અને અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે. હાલ ડીસીપી પોલીસે કરોડ રૂપિયાના ગાંજો સાથે ઝડપાયેલા ઇસમની સઘન પૂછપરછ હાથ ધરી છે.સુરત પોલીસની સફળતાના પગલે કમિશ્નરે અભિનંદન પાઠવ્યા હતા. તો આ માહિતી પોલીસ ગૌરવ સમારોહ દરમિયાન CPએ આપી હતી.

આ પણ વાંચો :આજથી ધો.1 થી 5ની શાળાઓ શરૂ, ઓફલાઇન શિક્ષણ માટે વાલીની મંજૂરી જરૂરી

કચ્છ, દ્વારકા સહિત ગુજરાતના દરિયાઈ માર્ગો બાદ સુરતમાંથી સતત ડ્રગ્સનો જથ્થો પકડાઈ રહ્યો છે. ત્યારે હવે સુરત પોલીસ સતર્ક બની છે. શહેરના પુણા પોલીસ સ્ટેશનના હદમાંથી ગાંજો ઝડપાયો છે. નિયોલ ચેકપોસ્ટ પરથી રવિવારે ગાંજો સાથે અરુણ મહાદીપ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. 37 વર્ષીય આ યુવક સુરતના ડીંડોલીનો રહેવાસી છે અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલો છે.

ડ્રગ્સ મગાવનાર કોણ, ગાંજા માટે ફાયનાન્સ કરનાર કોણ, ક્યાંથી લાવવામાં આવ્યો, કેટલી વાર લાવ્યા, કોને કોને આપવામાં આવે છે. એવી તમામ દિશામાં તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો કહી રહ્યા છે કે બાતમીના આધારે ઝડપી પડાયો છે. જોકે હજી સુધી એની પૂછપરછ બાકી છે.

આ પણ વાંચો :દર્શન કરીને પરત ફરતા લોકોને નડ્યો અકસ્માત, વાન કન્ટેનરમાં ઘુસી જતાં 4 ના મોત

અગાઉ પણ MD ડ્રગ્સ મળી આવ્યું હતું 

સુરતમાં અગાઉ કડોદરા રોડ નિયોલ ચેકપોસ્ટ પર ડ્રગ્સ મળવાનો કિસ્સો સામે આવ્યો હતો જેમાં MD ડ્રગ્સ સાથે રાજસ્થાની યુવકને ઝડપી પાડવામાં આવ્યો હતો..પોલીસે આરોપી પાસેથી 58.530 ગ્રામ MD ડ્રગ્સ કબજે કર્યું હતું જેની કિમત આંતરાષ્ટ્રીય બજારમાં લાખોમાં અંકાઇ રહી છે. ઝાલોરના પ્રવિણ વાના નામના શખ્સ પાસે ડ્રગ્સનો જથ્થો સરથાણાના જૈમીન સવાણીએ મંગાવ્યો હતો. જેથી પોલીસે પોલીસે જૈમીન સવાણી સહિત બેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :રાજુલામાં ખાખબાઇ ગામ નજીક માતાજી તરીકે ઓળખાતા સાધ્વીની હત્યા

આ પણ વાંચો : મમ્મીને કોઇની સાથે ફોન પર વાત કરે છે, આ બોલતા સગીરને મામા-માસીએ માર્યો ઢોરમાર

આ પણ વાંચો :પોલીસને નથી આંદોલનનો અધિકારઃ સી.આર પાટીલ