જરા કલ્પના કરો કે જો તમારા નવા વાહનનો નંબર તમારા માટે મુશ્કેલી અને શરમનું કારણ બની જાય તો તમે શું કરશો? આવી જ એક ઘટના દિલ્હીની એક કોલેજ સ્ટુડન્ટ સાથે બની હતી. આ છોકરીની સ્કૂટીનાં રજિસ્ટ્રેશન નંબરે સમગ્ર પરિવાર માટે મોટી સમસ્યા ઊભી કરી દીધી છે. જે બાદ સ્કૂટી લઈને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે.

આ પણ વાંચો – પાકિસ્તાન / કરતારપુર ગુરુદ્વારામાં મોડલના ફોટોશૂટને લઈને થયો ભારે હંગામો,ઇમરાન સરકારે આપ્યા તપાસના આદેશ
આ ઘટના દિલ્હીની છે, જ્યાં માનસી (કાલ્પનિક નામ) સ્કૂટી હોવા છતા તેને લઇને બહાર નીકળવા માંગતી નથી, કારણ કે તેની સ્કૂટીની નંબર પ્લેટ પર અક્ષરો અને સંખ્યાઓનાં સંયોજનથી એક વિચિત્ર અક્ષર બને છે, જેને બોલતા મોટાભાગનાં લોકો પણ અચકાય છે. જણાવી દઇએ કે, માનસી ફેશન ડિઝાઇનની વિદ્યાર્થીની છે, તે જનકપુરીથી નોઇડા સુધી દિલ્હી મેટ્રો દ્વારા મુસાફરી કરે છે. આ દરમિયાન, તેણે તેના પિતાને મુસાફરીમાં લાંબા સમય અને ભીડથી બચવા માટે સ્કૂટી ખરીદવાની અપીલ કરી હતી. તેના પિતાએ લગભગ એક વર્ષ પછી તેની માંગ સ્વીકારી અને છેલ્લી દિવાળી પર માનસીને સ્કૂટી ભેટમાં આપી હતી. પરંતુ કારનો નંબર જોતા પરિવાર સહિત યુવતીને શરમનો સામનો કરવો પડી રહ્યો છે. જણાવી દઇએ કે, માનસીની સ્કૂટીને RTO માંથી જે નંબર મળ્યો હતો, તે નંબરની વચ્ચે SEX મૂળાક્ષરો હતા. સ્કૂટીનો રજીસ્ટ્રેશન નંબર DL 3 SEX*** છે. હવે આ કારણે લોકો તેને આવતા-જતા ટોણા મારવા લાગ્યા છે. લોકો તેની મજાક પણ કરવા લાગ્યા છે.

આ પણ વાંચો – Covid-19 / દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નોંધાયા 7 હજારથી ઓછા કેસ, આટલા દર્દીઓનાં થયા મોત
મીડિયા સાથેની વાતચીતમાં માનસીએ જણાવ્યું કે સ્કૂટીનાં નંબર જોયા બાદ પાડોશની માસીઓ તેને બેશરમ કહેવા લાગી છે. આ કારણે બધા તેને હેરાન કરવા લાગ્યા છે. માત્ર માનસી જ નહીં તેના પિતા પણ શરમનો સામનો કરી રહ્યા છે. જોકે, પિતાએ વાહન વેચનારને નંબર બદલવા કહ્યું છે. પરંતુ અત્યાર સુધી કોઈ આ કરી શક્યું નથી. તેમને કહેવામાં આવ્યું કે આ નંબરો માત્ર ઓનલાઈન જ ઉપલબ્ધ છે અને બદલી શકાશે નહીં. જો કે આ બહેસમાં માનસીની સ્થિતિ ખરાબ થઇ ગઇ છે. તે હવે ઘરેથી બહાર નિકળવાનું પણ ટાળી રહી છે.
