- રાજકોટમાં ભાઈએ કરી ભાઈની હત્યા
- ભાઈએ પોતાના ભાઈની બેટ મારી કરી હત્યા
- કુવાડવા રોડ પર GIDC વિસ્તારમાં હત્યા
- હત્યા કરનાર આરોપી પોલીસ સકંજામાં
રંગીલા રાજકોટમાં ફરીએકવાર સંબંધોની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. શહેરના કુવાડવા રોડ પર GIDC વિસ્તારમાં એક ભાઈએ પોતાન જ ભાઈની હત્યા કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જોકે પોલીસે હત્યારા નાનાભાઇને સકંજામાં લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યારા નાનાભાઇએ ટીવી સિરિયલ ક્રાઇમ પેટ્રોલ જોઇ હત્યા કરવાનું શીખી મોટાભાઇના માથાના ભાગે બેટ મારી પતાવી દીધો હોવાનું ખુલ્યું છે. બંને સગા ભાઇ ચંપલ બનાવવાની ફેક્ટરીમાં કામ કરતા હતા અને કામ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
આ પણ વાંચો :ધોરાજીમાં રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ યથાવત, લોકો માટે માર્ગ પરથી પસાર થવું બન્યું મુશ્કેલ
આ મામલે મળતી માહિતી અનુસાર, મોટાભાઈ પહેલા નાનાભાઈના લગ્ન થઈ જતાં મોટા ભાઈને લાગી આવ્યું હતું. જેનું મનદુઃખ રાખીને મોટા ભાઈ નાના ભાઈ સાથે ઝઘડો કર્યો હતો. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં નાના ભાઈના હાથે મોટા ભાઈની હત્યા થઈ ગઈ હતી. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસે હત્યારા ભાઈને ઝડપી લીધો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, લગ્નના મનદુઃખમાં હત્યા થઈ જતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
પોલીસના જણાવ્યા મુજબ મૃતક પવન અને સાવન બન્ને સગા ભાઈઓ છે. બંને મૂળ આગ્રાના રહેવાસી છે અને છેલ્લા કેટલાક સમયથી રાજકોટમાં ચંપલ બનાવવાની ક્લાસિક પોલિમસ ફેક્ટરીમાં કામ કરે છે. બંને ભાઈઓમાં પવન મોટો ભાઈ છે જે પરિણીત છે અને સાવન નાનો ભાઈ છે જે અપરિણીત છે. બંને વચ્ચે બોલાચાલી થતા નાના ભાઈએ મોટાભાઈને માથાના ભાગે બેટ મારી હત્યા નીપજાવી હત. હાલ હત્યારા સાવનને સકંજામાં લઇ તેની પૂછપરછ ચાલુ છે અને મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવી હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો :સાઉથ આફ્રિકામાં ગુજરાતી પરિવારને નડ્યો અકસ્માત, ત્રણ લોકોના મોત
ફરી એક વખત ટીવી સિરિયલ ક્રાઇમ પેટ્રોલમાંથી હત્યા કરવાનું શીખી ગુનો કર્યાની ઘટના રાજકોટમાં સામે આવી છે. આજે થયેલી હત્યાના બનાવમાં પણ આરોપીએ ક્રાઇમ પેટ્રોલ સિરીયલ જોઈ તેમાંથી હત્યા કરવાની શીખ મેળવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ અગાઉ પણ રાજકોટના બેથી ત્રણ બનાવમાં આરોપી ક્રાઇમ પેટ્રોલ સિરીયલ જોઈ તેમાંથી ગુનો કરવા શીખ મેળવી હોવાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચો :ઊના તાલુકા માંથી કોરોનાથી મૃત્યુ પામેલાના સહાય માટેના માત્ર ૨૫૪ ફોર્મ ઉપડ્યા
આ પણ વાંચો :કચ્છમાં માદક દ્રવ્યો વેચતા બે ઝડપાયા, બે ફરાર
આ પણ વાંચો :અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો, હવામાન વિભાગની આગાહી
