Viral Video/ શું તમે સલૂનમાં વાળ કપાવતો વાંદરો જોયો છે? જુઓ આ Funny Video

વાંદરો અને કૂતરો આ બન્ને એવા પ્રાણી છે, જેમની ઘણી બધી પ્રવૃત્તિઓ માણસો જેવી હોય છે. આવો જ એક વીડિયો આજ-કાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Videos
વાળ કપાવતો વાંદરો

વાંદરો અને કૂતરો આ બન્ને એવા પ્રાણી છે, જેમની ઘણી બધી પ્રવૃત્તિઓ માણસો જેવી હોય છે. આવો જ એક વીડિયો આજ-કાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ જોઈને તમે પણ હસવા પર મજબૂર થઈ જશો. એક સલૂનમાં મંકી હેરકટ્સ કરાવતો જોવા મળે છે.

આ પણ વાંચો – સાંપના લીધે કરોડોનું નુકસાન / એક સાંપ મારવા જતા વ્યક્તિને થયું સાત કરોડ રૂપિયાનું નુકસાન, થઇ ગયો કંગાળ

વીડિયો જોયા બાદ લોકોની કોમેન્ટ્સ ખૂબ જ ફની આવી રહી છે. તેમજ આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવ્યો છે. કોઈ પણ રીતે, તમે જોશો તો આ વીડિયો તમને અદ્ભુત લાગશે. નવાઈની વાત એ છે કે જે વાંદરો દિવસભર કૂદકા મારતો રહે છે. તે કેટલા આરામથી વાળ કપાવી રહ્યો છે. જણાવી દઇએ કે, વીડિયો રૂપિન શર્મા IPS નાં ટ્વિટર હેન્ડલ દ્વારા શેર કરવામાં આવ્યો છે. તેમણે વીડિયોને શાનદાર કેપ્શન પણ આપ્યું છે. તેમણે લખ્યું છે કે, હવે લાગી રહ્યા છો ‘સ્માર્ટ’ આ 45 સેકન્ડની આ ક્લિપમાં એક વાંદરો સલૂનમાં દેખાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે વાંદરો અરીસાની સામેની ખુરશી પર આરામથી બેઠો છે. વાળંદે તેના ગળામાં કપડું બાંધ્યું છે. જેથી કપાયેલા વાળ તેના શરીર પર ન પડે. આ પછી, વાળંદ વાંદરાનાં ચહેરાનાં વાળને કાંસકો કરે છે. વળી, પછી ઇલેક્ટ્રિક ટ્રીમર સાથે તેમને ટ્રિમ કરવાનું શરૂ કરે છે. જ્યાં સુધી વાળંદ વાળ કાપે છે ત્યાં સુધી વાંદરો આરામથી બેસે છે.

https://twitter.com/rupin1992/status/1465339995070222342?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1465339995070222342%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fbharat.republicworld.com%2Fentertainment-news%2Fviral-news%2Fmonkey-did-a-makeover-in-this-style-by-sitting-in-the-salon-watch-funny-video

આ પણ વાંચો – OMG! / મહિલા કોન્સ્ટેબલને લિંગ બદલવાની મધ્યપ્રદેશ સરકારે આપી મંજૂરી, જાણો પૂરી વિગત

વીડિયો જોઈને ઘણા યુઝર્સે પોતપોતાની સ્ટાઈલમાં રિએક્શન પણ શેર કર્યા છે. એક યુઝરે લખ્યું છે કે, તમારા જેવું ગુરુ કોઈ નથી. બીજી તરફ અન્ય એક યુઝરે લખ્યું છે કે, લગ્નની સીઝન ચાલી રહી છે. વરઘોડામાં જવા માટે વાંદરો વાળ કપાવી રહ્યો છે. ગમે તે હોય વીડિયો ખૂબ જ રમુજી છે. જેને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે.