આપણે ઘરથી બહાર જ્યારે કોઇ અજાણી જગ્યાએ જઇએ છીએ ત્યારે ખૂબ સજાગ રહેતા હોઇએ છીએ. પરંતુ ઘણીવાર એવુ બની જતુ હોય છે જે વિશે તમે ન તો સાંભળ્યુ હોય કે ન ક્યારે જોયુ હોય.
આ પણ વાંચો – લખીમપુર હિંસા મામલે / મૃતકોના પરિવારને 45 લાખ રૂપિયા અને સરકારી નોકરી આપવામાં આવશે,ચાર શરત પર થઇ સમજૂતી
આપણે જંગલી પ્રાણીઓને જોઈને ખૂબ ખુશ થતા હોઇએ છીએ. પરંતુ આવા પ્રાણીઓ મોટાભાગે જંગલોમાં અથવા પ્રાણી સંગ્રહાલયમાં તેમના માટે અનુકૂળ હોય તેવા સ્થળોએ જ જોવા મળે છે. પરંતુ જો તમે જાહેર શૌચાલયમાં આવા ખતરનાક પ્રાણી જોશો તો શું? દેખીતી રીતે તમે આશ્ચર્ય પામશો. તાજેતરમાં જ જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તે તમને પણ ચોંકાવી દેશે. આ વીડિયોમાં જંગલનો રાજા સિંહ જાહેર શૌચાલયમાંથી બહાર આવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જંગલ સફારી દરમિયાન રેકોર્ડ કરવામાં આવ્યો છે. જેમાં જંગલનો રાજા જાહેર શૌચાલયમાંથી બહાર આવતો જોવા મળ્યો હતો. ઈન્ટરનેટ પર આ વીડિયો જોયા બાદ લોકો ખૂબ જ આશ્ચર્ય પામી રહ્યા છે અને કેટલાક લોકો આ વીડિયોનો આનંદ માણી રહ્યા છે. ચાલતી કારમાંથી આ રેકોર્ડિંગ કરવામાં આવ્યુ છે. જેમ જેમ કાર સાર્વજનિક શૌચાલયની નજીક આવે છે, સિંહ શૌચાલયનાં દરવાજામાંથી બહાર નીકળતો જોવા મળે છે.
Loo is not always safe & reliver for humans, sometime it can be used by others too…@susantananda3 @ParveenKaswan @PraveenIFShere @Saket_Badola pic.twitter.com/MNs9pwCycC
— WildLense® Eco Foundation 🇮🇳 (@WildLense_India) October 2, 2021
આ પણ વાંચો – ભાવ વધારો / ભારે વરસાદે વધારી મુસિબત, શાકભાજીનાં ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું ખોરવાયું બજેટ
આ વીડિયો પોસ્ટ કરીને લખવામાં આવ્યું હતું કે, “વોશરૂમ માત્ર મનુષ્યો માટે જ સલામત નથી, ક્યારેક અન્ય લોકો પણ તેનો ઉપયોગ કરી શકે છે” આ વીડિયોને અત્યાર સુધીમાં 14,000 થી વધુ વખત જોવામાં આવ્યો છે અને તેને ઘણી લાઈક્સ પણ મળી છે. જ્યારે ઘણા લોકો જાહેર શૌચાલયમાં પ્રાણીનાં અસામાન્ય દેખાવથી ચોંકી ગયા હતા, અન્ય લોકોએ કહ્યું હતું કે, તેઓ જંગલ સફારી દરમિયાન કોઈપણ પ્રકારનાં જાહેર શૌચાલયનો ઉપયોગ કરવાથી હવે દૂર રહેશે.
