રાજકોટ/ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી માં જાન્યુઆરીમાં યુવક મહોત્સવ યોજાશે

રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ આપેલી તારીખ મુજબ કોન્વોકેશન યોજવાની તૈયારી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા શરૂ કરી દેવામાં આવી છે

Gujarat Rajkot

 રાજયમાં  કોરોનાની બીજી લહેર ઘાતક જોવા મળી હતી. જેમાં લાખો લોકો કોરોનામાં  મૃત્યુ પામ્યા હતા. ત્યારે સરકાર દ્વ્રારા  લોકડાઉન લગાવી  દેવામાં આવ્યું હતું. તેમજ અનેક પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામા આવી હત.  જેમના લીધે છેલ્લા 2 વર્ષમાં યુવક મહોત્સવ પણ   ઉજવાયો નથી. ત્યારે હવે કોરોના કેસ ઘટતા સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં યુવક મહોત્સવ અને પદવીદાન સમારોહ માટે સમય નક્કી કરવામાં આવ્યો છે. આગામી વર્ષ 2022માં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં પદવીદાન સમારોહ અને યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું  1 ફેબ્રુઆરી 2022ના રોજ પદવીદાન સમારોહ અને તે પહેલા જાન્યુઆરી 2022માં યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવશે. પદવીદાન સમારોહ માટે દોઢ કરોડના ખર્ચે ગોલ્ડ મેડલો તૈયાર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો ;હત્યા /  સુરતમાં ફરી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા ખળભળાટ

મહત્વનુ છે કે રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ આપેલી તારીખ મુજબ કોન્વોકેશન યોજવાની તૈયારી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ફેકલ્ટી અને વિષય વાઈઝ પ્રથમ આવેલા તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડની કેપેસિટીવાળા દોઢ કરોડના ખર્ચે તૈયાર મેડલ સાથે પદવી એનાયત કરાશે.

આ પણ વાંચો ;ધરતીકંપ / ઈન્ડોનેશિયામાં આવ્યો ભૂકંપનો જોરદાર આંચકો, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.2 નોંધાઇ

આ  યુવક મહોત્સવમાં સાહિત્ય વિભાગમાં પાદપૂતિ, વકતૃત્વ સ્પધૉ અને ક્વિઝ, કલા વિભાગમાં હસ્તકલા હોબી, તત્કાલ છબીકલા, સર્જનાત્મક કારીગીરી અને પોસ્ટર મેકિંગ, જ્યારે સાંસ્કૃતિક વિભાગમાં પ્રાચીન રાસ, લોકગીત, હળવું કંઠ્ય સંગીત, સમૂહ લોકવાધ્ય સંગીત, એકાંકી અને સમૂહ નૃત્યની સ્પધૉ યોજાશે.