તાજેતરમાં દિલ્હીમાં ઓમિક્રોનનો એક કેસ સામે આવ્યો છે. હવે ગુજરાતમાં પણ ઓમિક્રોનનો શંકાસ્પદ કેસ સુરેન્દ્રનગરમાં નોંધાયો છે ગુજરાતમાં જામનગરમાં ઓમિક્રોનથી સંક્રમિત દર્દીની પુષ્ટી બાદ હવે રાજ્યમાં તંત્ર અને સરકાર એલર્ટ થઇ ગયા છે. પરંતુ સુરતમાં હજુ પણ તંત્ર આંખ આડા કાન કરતુ હોય તેમ લાગી રહ્યું છે.
સુરતમાં સહારા દરવાજા ખાતે શાકભાજી માર્કેટમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. રાજ્યમાં ઓમિક્રોનની દહેશત વચ્ચે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ક્યાય જોવા મળ્યું ન હતું. શાકમાર્કેટમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. તંત્ર હજુ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવા અનેક સવાલો હાલ ઉભા થઇ રહ્યા છે. ઓમિક્રોનના ફફડાટ વચ્ચે ધીમી ગતિએ સંક્રમણ આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં ઓમિક્રોનનો એક કેસ નોંધાઈ ચૂક્યો છે. ત્યારે તંત્ર દ્વારા સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક માટે લોકોને દંડ કરવામાં આવી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. ત્યારે સુરતના સહારા દરવાજા વિસ્તારમાં આવેલી શાકભાજી માર્કેટમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. શાકભાજી માર્કેટમાં લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સ વિના જોવા મળ્યા હતા.
ગુજરાતના જામનગરમાં ઓમિક્રોનની એન્ટ્રી થતા તંત્ર દોડતું થયું છે. સુરતમાં હજુ પણ લોકો બેરકારી દાખવી રહ્યા છે. સહારા દરવાજા વિસ્તાર ખાતે શાકભાજી માર્કેટમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. શાકભાજી માર્કેટમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો. સુરત પાલિકા અને પોલીસે કડક પગલા ભરી હજુ વધુ સતર્ક થાય તેમ જરૂર બન્યું છે.
