Video/ અર્જુન કપૂરે ગર્લફ્રેન્ડ મલાઈક અરોરા સાથે પુલમાં કર્યું વર્કઆઉટ, જુઓ જબરદસ્ત વીડિયો

અર્જુન કપૂરે વીડિયોની સાથેના કેપ્શનમાં લખ્યું, ‘જ્યારે ગર્લફ્રેન્ડ તમારા ટ્રેનર કરતાં વધુ મુશ્કેલ ટાસ્ક માસ્ટર હોય છે. માલદીવમાં વેકેશનમાં….

Entertainment
અર્જુન કપૂરે

‘પ્યાર કિયા તો ડરના ક્યા’ આ વાક્ય અર્જુન કપૂર અને મલાઈકા અરોરા પર સંપૂર્ણ રીતે બંધબેસે છે, જેઓ બંને આ દિવસોમાં પરિવારથી દૂર માલદીવમાં ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યા છે. માલદીવ પહોંચ્યા બાદથી મલાઈકા અને અર્જુન સતત સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરી રહ્યાં છે. પરંતુ એન્જોય દરમિયાન પણ બંને વર્કઆઉટ કરવાનું ભૂલ્યા નથી. હાલમાં જ અર્જુન કપૂરે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા સાથે સ્વિમિંગ પૂલમાં જબરદસ્ત વર્કઆઉટ કરી રહ્યો છે.

આ પણ વાંચો :વિકી કૌશલના ઘરે સફેદ સાડીમાં સજી ધજી પહોંચી કેટરીના કૈફ, પરિવારના સભ્યો પણ સાથે જોવા મળ્યા

અર્જુન કપૂરે વીડિયોની સાથેના કેપ્શનમાં લખ્યું, ‘જ્યારે ગર્લફ્રેન્ડ તમારા ટ્રેનર કરતાં વધુ મુશ્કેલ ટાસ્ક માસ્ટર હોય છે. માલદીવમાં વેકેશનમાં પણ તેના કારણે વર્કઆઉટ કરવા બદલ હું મલાઈકા અરોરાનો આભાર માનું છું. બંનેનો આ વીડિયો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને તેની પ્રશંસા પણ કરી રહ્યા છે. વીડિયોમાં મલાઈકા અને અર્જુન વોટર સ્ટાઈલ વર્કઆઉટ કરતા જોવા મળે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે.

https://www.instagram.com/reel/CXGN2wXpOL9/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો :અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને એરપોર્ટ પર રોકવામાં આવી,દેશ છોડવાની મનાઇ

આ પહેલા અર્જુન અને મલાઈકાએ માલદીવની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. જેને જોઈને ખબર પડી કે બંને માલદીવમાં ખૂબ જ મસ્તી કરી રહ્યા છે. 48 વર્ષની મલાઈકા અરોરાને જોઈને કોઈ ન કહી શકે કે તેની ઉંમર આટલી બધી હશે. ફિટનેસ અને સુંદરતાના મામલે મલાઈકા આજની અભિનેત્રીઓને માત આપે છે.

https://www.instagram.com/p/CXDlCX1IGF5/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો :અંબાણીના લગ્નમાં 50 રૂપિયામાં કેમ પીરસ્યું હતુ રાખી સાવંતે ભોજન.. જાણો..

મલાઈકા અવારનવાર તેના વર્કઆઉટ અને યોગના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. કામની વાત કરીએ તો અર્જુન કપૂર હાલમાં જ સૈફ અલી ખાન સાથે ફિલ્મ ‘ભૂત પોલીસ’માં જોવા મળ્યો હતો. આગામી સમયમાં અર્જુન કપૂર ‘એક વિલન રિટર્ન્સ’માં જોવા મળશે.

આ પણ વાંચો :દરિયા કિનારે બોલ્ડ અંદાજમાં જોવા મળી ‘તારક મહેતા…’ની સોનુ, ક્રોપ ટોપમાં શેર કર્યો ફોટો

આ પણ વાંચો :સારા અલી ખાને રણવીર સિંહ સાથે ‘ચકા ચક’ સોંગ પર કર્યો ડાન્સ, જુઓ ગલી બોયનો ‘નાગિન’ ટ્વિસ્ટ