દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર તમિલનાડુના કુન્નુરમાં ક્રેશ થયું છે. ચોપર ક્રેશ થયા બાદ તેમાં આગ લાગી હતી, જેમાં 4 અધિકારીઓ શહીદ થયા હોવાના અહેવાલ છે. આ સિવાય ત્રણ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ હેલિકોપ્ટરમાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતની પત્ની મધુલિકા રાવત સહિત કુલ 14 લોકો હાજર હતા.બિપીન રાવત અંગે હજી સુધી કોઇ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી, જે એરર્ફોસનું હોલિકોપ્ટર MI 17V-5 ક્રેશ થયો છે તે અતિ આધુનિક છે તે PM સહિત vvip લોકો ઉપયોગ કરે છે.
આ હેલિકોપ્ટરનું ક્રેશ એ પણ આશ્ચર્યજનક છે કારણ કે તેમાં બે એન્જીન છે, જેથી એક એન્જીન ફેલ થાય તો પણ તે બીજા એન્જીન સાથે સુરક્ષિત રીતે ઉતરી શકે છે. તે સિયાચીન જેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ઉડવામાં સક્ષમ છે.
વિશ્વના સૌથી અદ્યતન મિલિટરી ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટરમાં સામેલ આ શોફરનો ઉપયોગ સૈનિકો અને સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે થાય છે. રશિયન હેલિકોપ્ટરની પેટાકંપની કઝાન હેલિકોપ્ટર્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું, આ ખરીદી ડિસેમ્બર 2008માં કરવામાં આવી હતી અને 2013માં ડિલિવરી કરવામાં આવી હતી.
આ હેલિકોપ્ટરને ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે. તે ઉષ્ણકટિબંધીય અને સમુદ્રી આબોહવા તેમજ રણની સ્થિતિમાં ઉડી શકે છે. તેનું મહત્તમ ટેકઓફ વજન 13,000 કિગ્રા છે. તે 36 સશસ્ત્ર સૈનિકો અથવા 4,500 કિલો વજન સાથે ઉડી શકે છે.
