Not Set/ ‘ઓમિક્રોને’ લીધો હવે નવો અવતાર, બે ભાગમાં વહેચાયો વાયરસ

ભારતમાં કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનનું સંક્રમણ વધવા લાગ્યુ છે. આ વેરિઅન્ટનાં ઝડપથી ફેલાવવાનું કારણ તેના અસામાન્ય રીતે મ્યુટેટ થવું છે.

Mantavya Exclusive
ઓમિક્રોનનો નવો અવતાર

ભારતમાં કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનનું સંક્રમણ વધવા લાગ્યુ છે. આ વેરિઅન્ટનાં ઝડપથી ફેલાવવાનું કારણ તેના અસામાન્ય રીતે મ્યુટેટ થવું છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી પણ આપી છે કે, તેના વધારે મ્યુટેશનનાં લીધે તે રી ઇન્ફેક્શન પણ કરી શકે છે. હવે આ વેરિઅન્ટને લઇને એક નવી વાત સામે આવી છે. વૈજ્ઞાનિકોનાં અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે, આ વેરિઅન્ટ હવે બે ભાગમાં વિભાજીત થઇ ગયો છે. જેનાથી તે વધારે સંક્રાત્મક બની શકે છે.

ઓમિક્રોનનો નવો અવતાર

આ પણ વાંચો – બર્બરતા / બાળક ખોળામાં હતું છતાંયે પોલીસ શખ્સને લાકડીઓથી મારતી રહી,જુઓ VIDEO

કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોનનો સૌથી પહેલો કેસ દક્ષિણ આફ્રીકામાં સામે આવ્યો હતો. WHOએ ઓમિક્રોનને વેરિઅન્ટ ઓફ કંસર્નની યાદીમાં મૂક્યો છે. હવે આ વેરિઅન્ટને લઇને એક મોટી વાત સામે આવી રહી છે. B.1.1.529 એટલે કે ઓમિક્રોન વેરિઅન્ટ હવે બે ભાગમાં વહેચાઇ ગયો છે. BA.1 અને BA.2. માં ઓમિક્રોનનું વિભાજન થઇ ગયુ છે. વાયરોલોજીસ્ટનું કહેવુ છે કે, ઓમિક્રોનનાં નવા લિનિએજ BA.2નાં અનેક કેસ દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અને કેનેડામાં મળ્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે, ઓમિક્રોનનાં નવા વેરિઅન્ટની શોધ કરવી મુશ્કેલ છે. ઓમિક્રોનમાં લગભગ પચાસથી પણ વધારે મ્યુટેશન છે. તેનો સૌથી પહેલો કેસ આઠ નવેમ્બરે દક્ષિણ આફ્રીકામાં સામે આવ્યો હતો. તે પછી હવે ભારત સહિત પચાસ દેશોમાં તેનું સંક્રમણ પહોંચી ગયુ છે. એક્સપર્ટનું કહેવુ છે કે,ઓમિક્રોનનાં વંશમાં વિભાજન વૈજ્ઞાનિકો માટે ઘણી રસપ્રદ વાત છે, કારણ કે મહામારી વિજ્ઞાનને વધારે સારી રીતે સમજવામાં તે મદદ કરશે. સામાન્ય વ્યક્તિને તેનાથી ચિંતા કરવાની કોઇ જરૂર નથી. આ પહેલા ડેલ્ટા વેરિઅન્ટ પણ પહેલા બે અને પછી ત્રણ વંશોમાં વિભાજીત થઇ ગયો હતો. જેમાં ડેલ્ટાપ્લસ પણ સામેલ હતો અને તે પછી લગભગ 100થી વધારે સંખ્યામાં કેટલાય વંશમાં વહેચાઇ ગયો હતો. પણ સારી વાત એ છે કે,તેનાથી લોકોને ખાસ કોઇ નુકસાન ન થયું. હવે ઓમિક્રોન વેરિઅન્ટનાં અલગ-અલગ થઇ જવા પર દિલ્હીનાં ઇસ્ટીટ્યુટ ઓફ જીનોમિક્સ એન્ડ ઇંટીગ્રેટિવ બાયોલોજીનાં વરિષ્ઠ વૈજ્ઞાનકિ વિનોદ સ્કારિયાએ એક ટ્વીટ પણ કર્યુ છે. તેમણે લખ્યુ છે કે, ઓમિક્રોન હવે બે વંશમાં વિભાજીત થઇ ગયો છે. તેમાં BA.1 મુળ વંશ જ્યારે BA.2માં બહારની સાથે લગભગ 24 જેટલા મ્યુટેશન સામેલ હશે.

ઓમિક્રોનનો નવો અવતાર

આ પણ વાંચો – ગુજરાત / કોરોનાની સંભવિત ત્રીજી લહેર અને નવા વેરીએંટની દસ્તકને પગલે આરોગ્ય વિભાગ સજ્જ, આવી છે તૈયારીઓ

ઓમિક્રોનનાં આ બે વંશોને તેના મ્યુટેશનનાં આધાર પર વેહચવામાં આવ્યા છે. તેના કેટલાક મ્યુટેશન બન્ને વેરિઅન્ટમાં સામાન્ય છે. પણ કેટલાક મ્યુટેશન બન્ને વંશોમાં અલગ-અલગ જોવા મળ્યા છે. રસપ્રદ વાત એ છે કે, BA.1માં S જીન નથી મળી આવ્યું. જેનાથી હાલમાં આરટી-પીસીઆરનાં માધ્યમથી ઓમિક્રોન વેરિઅન્ટને ઓળખી શકાય. તો બીજા વંશ BA.2માં S જીનની હાજરીની ખબર પડી નથી. એટલે કે ઓમિક્રોનનાં આ નવા રૂપને શોધવું વધારે મુશ્કેલીભર્યું બની જશે. દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનનાં કેસ બાળકોમાં વધી રહ્યા છે. ઓમિક્રોનને લઇને WHOની ચીફ વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથનનું કહેવુ છે કે, દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનથી બાળકોને ખતરો વધારે છે. દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનનું સંક્રમણ વધી રહ્યુ છે. રીપોર્ટ કહી રહ્યા છે કે, ઓમિક્રોનથી બાળકો વધારે સંક્રમિત થઇ રહ્યા છે. જો કે પાછલી તમામ લહેરો દરમિયાન સમગ્ર દુનિયામાં કોરોનાએ બાળકો પર વધારે અસર કરી નથી. પણ દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનનું સંક્રમણ બાળકોમાં વધતાં ચિંતા વધી ગઇ છે. શરૂઆતનાં રીપોર્ટ પ્રમાણે દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન આવ્યા પછી પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોમાં હોસ્પિટલાઇઝેશનનો દર વધ્યો છે. દક્ષિણ આફ્રિકાનાં નેશનલ ઇનસ્ટીટ્યુટ ફોર કમ્યુનિકેબલ ડિસીઝમાં પબ્લિક હેલ્થ એક્સપર્ટ વસીલા જસતનું કહેવુ છે કે, આ લહેરમાં એક નવો ટ્રેંડ પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને હોસ્પિટલમાં દાખલ થવાનાં દરમાં વધારો છે. NICDએ કહ્યુ કે, આમ તો તમામ ઉંમરનાં બાળકોમાં સંક્રમણમાં વધારો જોવા મળ્યો છે. પણ પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોમાં ખૂબ ઝડપથી સંક્રમણ વધી રહ્યુ છે. હાલમાં આફ્રિકાની હોસ્પિટલોમાં ઓમિક્રોનથી દાખલ બાળકોમાંથી 10 ટકાથી વધારે બાળકો બે વર્ષથી નાની ઉંમરનાં છે.