મહારાષ્ટ્ર સરકારે મરાઠા આરક્ષણ માટેના આંદોલન દરમિયાન જીવ ગુમાવનારા આંદોલનકારીઓ માટે રાહતની જાહેરાત કરી છે. આંદોલનમાં જીવ ગુમાવનારાઓના પરિવારને સરકારી નોકરી આપવામાં આવશે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ શનિવારે આની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં તેઓ આ મામલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે પણ વાત કરશે.
મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે જીવ ગુમાવનારા આંદોલનકારીઓના પરિવારજનોને 10 લાખ રૂપિયાની આર્થિક સહાય પહેલેથી જ આપવામાં આવી છે. વર્ષ 2016 થી 2018 સુધી, સરકારી નોકરીઓ અને શિક્ષણ ક્ષેત્રે મરાઠા આરક્ષણ માટે ઘણા જૂથો દ્વારા આંદોલન કરવામાં આવ્યા હતા. સરકારે મરાઠા સમુદાયની માંગને ધ્યાનમાં લઈને આરક્ષણને મંજૂરી આપી હતી. જો કે બાદમાં સુપ્રીમ કોર્ટે તેના પર રોક લગાવી દીધી હતી.
