વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટ ટીમ પાકિસ્તાનનાં પ્રવાસે છે, T20 સીરીઝની પ્રથમ મેચ સોમવારે રમાવાની છે. તે પહેલા વેસ્ટ ઈન્ડિઝ માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. વિન્ડીઝનાં ખેલાડીઓ શેલ્ડન કોટ્રેલ (Sheldon Cottrel), રોસ્ટન ચેઝ (Roston Chase) અને કાયલ મેયર્સ (Kyle Mayers) નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ પણ વાંચો – Ashes series / કેમેરામાં કેદ થયો પ્રેમ, ઈંગ્લેન્ડનાં ચાહકે સ્ટેડિયમમાં કર્યુ ઓસ્ટ્રેલિયન ગર્લફ્રેન્ડને પ્રપોઝ
આપને જણાવી દઈએ કે, વેસ્ટ ઈન્ડિઝનાં પ્રવાસ પર T20 સીરીઝ બાદ વનડે સીરીઝ પણ રમશે. જણાવી દઇએ કે, પાકિસ્તાન પ્રવાસ પર પહોંચેલી વેસ્ટ ઈન્ડિઝ ટીમનાં ત્રણ ખેલાડીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે, આ સિવાય એક નોન-કોચિંગ સભ્યનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્રણ ખેલાડીઓ અને એક સભ્યને ફરજિયાત 10-દિવસની ક્વોરેન્ટિનમાં ખસેડવામાં આવ્યા છે. શેલ્ડન કોટ્રેલ, રોસ્ટન ચેઝ અને કાયલ મેયર્સ T20I સીરીઝમાંથી બહાર થઈ ગયા છે. જે લોકો પોઝિટિવ આવ્યા હતા તેઓને કોરોના સામેની રસી મળી હતી, તમામને સંપૂર્ણ રસી આપવામાં આવી હતી. સારી વાત એ છે કે, તમામમાં કોરોનાનાં કોઈ લક્ષણો નથી હોતા અને ન તો તેમને કોઈ પ્રકારની સમસ્યાની ફરિયાદ હોય છે. સોમવારે પહેલી T20 મેચ પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાશે. સીરીઝ બાદ બન્ને વચ્ચે 3 મેચની વનડે સીરીઝ રમાવાની છે. ચાલો જાણીએ વેસ્ટ ઈન્ડિઝનાં પાકિસ્તાન પ્રવાસનું સંપૂર્ણ શેડ્યૂલ…
Chase, Cottrell and Mayers unavailable for T20I Series in Pakistan after COVID-19 positive tests | Read More: https://t.co/bYHZ27FrrL
— Windies Cricket (@windiescricket) December 11, 2021
પહેલી T20 – 13મી ડિસેમ્બર
બીજી T20 – 14 ડિસેમ્બર
ત્રીજી T20 – 16 ડિસેમ્બર
1લી ODI – 18 ડિસેમ્બર
2જી ODI – 20 ડિસેમ્બર
ત્રીજી ODI – 22 ડિસેમ્બર
આ પણ વાંચો – Sports / ગૃહમંત્રી બાદ હવે રક્ષા મંત્રીના પુત્રની રમતમાં એન્ટ્રી! રાજનાથ સિંહનો પુત્ર લડી શકે છે IOAની ચૂંટણી
ત્રણ ખેલાડીઓ અને સ્ટાફ મેમ્બર સિવાય પૂરી ટીમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સીરીઝ તેના નિશ્ચિત સમયપત્રક અનુસાર રમાશે. ન્યૂઝીલેન્ડની ટીમ પાકિસ્તાનથી સીરીઝ રમ્યા વિના પરત ફર્યા બાદ પાકિસ્તાનમાં આયોજિત થનારી આ પ્રથમ આંતરરાષ્ટ્રીય પુરૂષ ક્રિકેટ સીરીઝ છે.
