ind vs zim odi series/ ભારતે અંતિમ વનડેમાં ઝિમ્બાબ્વેને 13 રનથી હરાવ્યું, શ્રેણી 3-0થી જીતી

ટીમ ઈન્ડિયાએ ત્રીજી વનડેમાં ઝિમ્બાબ્વેને 13 રને હરાવ્યું. હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાયેલી આ મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને 290 રનનો ટાર્ગેટ આપ્યો હતો પરંતુ તે 276 રન જ બનાવી શક્યું હતું

Top Stories Sports

ટીમ ઈન્ડિયાએ ત્રીજી વનડેમાં ઝિમ્બાબ્વેને 13 રને હરાવ્યું. હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાયેલી આ મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને 290 રનનો ટાર્ગેટ આપ્યો હતો પરંતુ તે 276 રન જ બનાવી શક્યું હતું. ઝિમ્બાબ્વે તરફથી સિકંદર રઝા (115 રન) એ શાનદાર સદી ફટકારીને પોતાની ટીમને જીત અપાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો. આ જીતની સાથે જ ભારતીય ટીમે ઝિમ્બાબ્વેને વનડે શ્રેણીમાં 3-0થી સાફ કરી દીધું છે.ટાર્ગેટનો પીછો કરતા ઝિમ્બાબ્વેની ટીમ એક સમયે 169 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી અને એવું લાગી રહ્યું હતું કે તે 200 રન પણ બનાવી શકશે નહીં. પરંતુ સિકંદર રઝાના ઇરાદા અલગ હતા. રઝાને ઇવાન્સમાં સારો પાર્ટનર મળ્યો અને બંનેએ 104 રન જોડી મેચને રોમાંચક બનાવી દીધી.

ઝિમ્બાબ્વેને અંતિમ 13 બોલમાં 17 રનની જરૂર હતી અને ત્રણ વિકેટ બાકી હતી. આવી સ્થિતિમાં 48મી ઓવરના છેલ્લા બોલ પર અવેશ ખાને બ્રાડ ઈવાન્સ (28 રન)ને એલબીડબ્લ્યુ આઉટ કરીને ભારતની આશાઓ વધારી દીધી હતી. ત્યારબાદ 49મી ઓવરમાં શાર્દુલ ઠાકુરે ચોથા બોલ પર સિકંદર રઝાને કેચ આપીને ઝિમ્બાબ્વેનો ઉત્સાહ તોડી નાખ્યો હતો. રઝાએ 95 બોલમાં 115 રન બનાવ્યા જેમાં 9 ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે.

રઝાના આઉટ થયા બાદ ઝિમ્બાબ્વે માટે જીત મેળવવી મુશ્કેલ બની ગઈ હતી અને છેલ્લી ઓવરના ત્રીજા બોલ પર અવેશ ખાને ન્યુચીને બોલ્ડ કરી ભારતની જીત સુનિશ્ચિત કરી હતી. ભારત તરફથી અવેશ ખાને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે દીપક ચહર, કુલદીપ યાદવ અને અક્ષર પટેલે બે-બે વિકેટ લીધી હતી.