ધરપકડ/ 6 વર્ષ પહેલા લીધી ભારતની નાગરિકતા, હવે કરે છે પાકના આકાઓની મદદ

તમને જણાવી દઈએ કે ભાગચંદ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી પાકિસ્તાની હેન્ડલર ઓફિસરના સંપર્કમાં હતો અને તેને સોશિયલ મીડિયા હેન્ડલ ચલાવવા માટે ભારતીય મોબાઈલ નંબર અને સિમ કાર્ડ આપતો…

Top Stories India
Pak Indian Citizen

Pak Indian Citizen: રાજસ્થાન પોલીસે જાસૂસીના આરોપમાં દિલ્હીથી એક પાકિસ્તાની હિન્દુની ધરપકડ કરી છે. આરોપી ભાગચંદ 22 વર્ષની ઉંમરે પાકિસ્તાનથી ભારત આવ્યો હતો અને છ વર્ષ પહેલા તેને ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી. તે દિલ્હીની સંજય કોલોની ભાટી માઈન્સનો રહેવાસી હતો. આરોપી ભાગચંદ વર્ષ 1998માં પરિવાર સાથે દિલ્હી આવ્યો હતો. તેને વર્ષ 2016માં ભારતીય નાગરિકતા મળી અને તેણે રાજધાનીમાં જ ટેક્સી ડ્રાઈવર અને મજૂર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. હાલમાં જયપુરની CID ઈન્ટેલિજન્સ પોલીસે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ માટે જાસૂસી કરવા બદલ તેની ધરપકડ કરી છે.

તમને જણાવી દઈએ કે ભાગચંદ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી પાકિસ્તાની હેન્ડલર ઓફિસરના સંપર્કમાં હતો અને તેને સોશિયલ મીડિયા હેન્ડલ ચલાવવા માટે ભારતીય મોબાઈલ નંબર અને સિમ કાર્ડ આપતો હતો. તે પેટીએમ દ્વારા જાસૂસી માટે પૈસા મેળવતો હતો. ભાગચંદ પાકિસ્તાનમાં તેના માસ્ટર્સને ભારતીય નંબર આપીને સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવા માટે મદદ કરતો હતો. એકાઉન્ટ બનાવતી વખતે તે આ નંબરો પરથી જારી કરાયેલ OTP તેમની સાથે શેર કરતો હતો અને પછી સિમ કાર્ડને કપડાં અને મસાલાના પેકેટમાં છુપાવીને પાર્સલ દ્વારા મુંબઈ મોકલતો હતો.

તપાસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ભાગચંદનું નામ અન્ય વ્યક્તિ નારાયણ લાલ ગાદરીની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું, નારાયણની ભૂતકાળમાં ભીલવાડામાંથી ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન નારાયણલાલે ભાગચંદનું નામ લીધું અને કહ્યું કે તે પાકિસ્તાની જાસૂસી એજન્સીઓને મોબાઈલ સિમ નંબર આપતો હતો. તેણે જણાવ્યું કે તેણે દિલ્હીમાં ભાગચંદની મદદથી ઘણી વખત મોબાઈલ સિમ આપીને આ નંબરો એક્ટિવેટ કરાવ્યા હતા. ત્યારબાદ આ નંબરો પરથી સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવીને પાકિસ્તાની હેન્ડલર્સને OTP નંબર જણાવીને મોટી રકમ મેળવી હતી.

આ પણ વાંચો: ગુજરાત/ અમદાવાદીઓને મળશે નવું નજરાણું : પીએમ દ્વારા નવ નિર્માણ ફૂટ ઓવર બ્રીજનું થશે ઓકાર્પણ