કેટરિના કૈફ અને વિકી કૌશલે 9 ડિસેમ્બરના રોજ ખૂબ જ ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતા. વિકી કૌશલ અને કેટરિના કૈફે રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં આવેલી હોટેલ સિક્સ સેન્સ ફોર્ટમાં હિંદુ વિધિ મુજબ સાત ફેરા લીધા હતા. હવે બંનેના લગ્ન સ્થળનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો વિકી કૌશલની કઝીન ઉપાસના વોહરા અને તેના પતિ અરુણેન્દ્ર કુમારે બનાવ્યો છે.

અરુણેન્દ્રએ તેની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે લગ્ન સ્થળની મુલાકાત લીધી છે. વીડિયોમાં તેને બાલ્કની સાથેના એક લક્ઝરી રૂમમાં બતાવવામાં આવ્યો છે, જેમાં રહેવું કોઈ મહેલમાં રહેવાથી ઓછું નથી. વીડિયોમાં સિક્સ સેન્સ ફોર્ટની અંદરનો નજારો જોઈ શકાય છે. આ વીડિયો કેટરીના વિકીના લગ્ન પછીનો છે.

વીડિયોમાં રૂમ, ચેન્જિંગ રૂમ અને મોશન સેન્સર બાથરૂમ સીટ બતાવવામાં આવી છે અને અરુણેન્દ્રએ જણાવ્યું કે તેની કિંમત 6 લાખ છે. વીડિયોમાં, વિક્કીનો પિતરાઈ ભાઈ કહે છે, “અહીં બધું જ અદ્ભુત હતું. મેં આ પહેલાં ક્યારેય જોયું ન હતું.

આ લગ્ન સમારોહને લઈને છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર દેશમાં ચર્ચાઓ ચાલી રહી હતી. 7 ડિસેમ્બરના રોજ કોન્સર્ટ સાથે ઉજવણીની શરૂઆત થઈ. મહેંદી સેરેમની 8 ડિસેમ્બરે થઈ હતી. બરવારા કિલ્લામાં લગ્ન માટે મોટી સંખ્યામાં મહેમાનો માટે 4 થી 12 ડિસેમ્બર સુધી રૂમ બુક કરવામાં આવ્યા હતા.
https://youtu.be/zJH4NYGUYmo
