Not Set/ અમદાવાદીઓ હજી સમય છે ચેતી જજો, શહેરમાં માત્ર 11 દિવસમાં ટેસ્ટ પોઝિટિવિટી રેટ થયો બમણો

ચિંતા છોડો મોજમાં રહો. આ વાક્ય હાલમાં તમારા જીવનમાં મોટી મુશ્કેલીઓનું કારણ બની શકે છે. જી હા, તાજેતરમાં અમદાવાદમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ બમણો થઇ ગયો છે.

Top Stories Ahmedabad Gujarat
અમદાવાદીઓ ચેતી જજો
  • અમદાવાદીઓ હજી સમય છે ચેતી જજો
  • માત્ર 11 દિવસમાં જ ટેસ્ટ પોઝિ.રેટ બમણો
  • 13 ડિસે.પોઝિટિવિટી રેટ હતો 3.36 ટકા
  • જે વધી 23 ડિસે.6.69 ટકા પોઝિ.રેટ થયો
  • અમદાવાદમાં ઓમિક્રોનનાં વધુ બે કેસ
  • અમદાવાદમાં કોરોનાનાં નવા 32 કેસ
  • ઉસ્માનપુરામાં પાંચ ઘર કન્ટેન્ટમેન્ટમાં
  • AMC દ્વારા સરેરાશ 7 હજાર ટેસ્ટ કરાતાનો દાવો

ચિંતા છોડો મોજમાં રહો. આ વાક્ય હાલમાં તમારા જીવનમાં મોટી મુશ્કેલીઓનું કારણ બની શકે છે. જી હા, તાજેતરમાં અમદાવાદમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ બમણો થઇ ગયો છે. આ જોતા કહેવુ ખોટુ નહી હોય કે અમદાવાદીઓએ હજી પણ સાવધાની રાખવાની જરૂર છે.

આ પણ વાંચો – Festival / દેશમાં ક્રિસમસનો ઉત્સાહ, લોકો એકબીજાને કહી રહ્યા છે મેરી ક્રિસમસ, જાણો કેમ હેપ્પીની જગ્યાએ મેરી કહે છે

આપને જણાવી દઇએ કે, અમદાવાદમાં માત્ર 11 દિવસમાં જ કોરોનાનાં ટેસ્ટ પોઝિટિવિટી રેટ બમણા થઇ ગયા છે. 13 ડિસેમ્બરનાં રોજ પોઝિટિવિટી રેટ 3.36 ટકા હતો જે 23 ડિસેમ્બરનાં રોજ વધીને 6.69 ટકા પોઝિટિવિટી રેટ થયો છે. વળી અમદાવાદમાં ઓમિક્રોનનાં પણ વધુ બે નોંધાયા છે. તાજેતરનાં આંકડા મુજબ અમદાવાદમાં કોરોનાનાં નવા 32 કેસ નોંધાયા છે. વળી શહેરમાં ઘણા વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. જણાવી દઇએ કે, ઉસ્માનપુરામાં પાંચ ઘર એવા છે જેને કન્ટેનમેન્ટમાં રાખવામાં આવેલ છે. વળી AMC દ્વારા સરેરાશ 7 હજાર ટેસ્ટ કરાતા હોવાનો પણ દાવો કરવામા આવી રહ્યો છે.

આ પણ વાંચો – Covid-19 / અમેરિકામાં કોરોનાનો ફાટ્યો જવાળામુખી, 72 કલાકમાં 7 લાખ નવા કેસ નોંધાયા

ઉલ્લેખનીય છે કે, અમદાવાદીઓએ બીજી લહેરની નજીકથી જોઇ છે. અમદાવાદનું સિવિલ હોસ્પિટલ જ્યા દિવસ અને રાત એમ્બ્યુલન્સનો અવાજ લોકોને ઘણુ કહી રહ્યો હતો. પરંતુ હવે એવુ લાગી રહ્યુ છે કે, લોકો તે ભયાનક અને દર્દનાક સમયને એકવાર ફરી ભૂલ ગયા છે. આજે પણ રસ્તા પર લોકો ન તો સોશિયલ ડિસ્ટન્સ રાખી રહ્યા છે ન તો માસ્ક પહેરી રહ્યા છે. તો શું આ બેદરકારી ભારે પડી શકે છે. દુનિયામાં જે સ્થિતિ આજે છે તે આપણે સહન ન કરવી પડે તેનું ધ્યાન આપણે જ રાખવુ પડશે. જો કે રાહતની વાત એ છે કે દેશમાં દૈનિક કોરોનાનાં કેસમાં કોઇ ખાસ ઉછાળો જોવા મળી રહ્યો નથી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…