Israel US Attack Iran 1200 Bombs: મિડલ ઈસ્ટમાં યુદ્ધની જ્વાળાઓ હવે આખા વિશ્વને હચમચાવી રહી છે. અમેરિકા અને ઈઝરાયેલની વાયુસેનાએ સંયુક્ત ઓપરેશનમાં છેલ્લા 24 કલાકમાં ઈરાન પર 1200થી વધુ બોમ્બ ઝીંકીને ઈરાનને ઘૂંટણિયે લાવી દીધું છે. આ ભીષણ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેની સહિત તેમના પરિવારના સભ્યો અને 40 ટોચના કમાન્ડરોના મોત થયા હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ છે.

ઓફિસ કોમ્પ્લેક્સ પર 30 મિસાઈલોનો મારો
શનિવારે તેહરાન સ્થિત ખામેનીના ઓફિસ કોમ્પ્લેક્સ પર 30 થી વધુ મિસાઈલો ત્રાટકી હતી, જેમાં ઈરાનના સુપ્રીમ લીડર ખામેની કમાન્ડરો સાથે બેઠક કરી રહ્યા હતા ત્યારે જ આ ભીષણ હુમલો થયો હતો. આ હુમલામાં ખામેનીના આખા પરિવારનો સફાયો થઈ ગયો છે, જેમાં તેમની પુત્રી, જમાઈ, પુત્રવધૂ અને પૌત્રીના પણ મોત થયાના અહેવાલ છે. ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર રીતે ખામેનીના અંતની જાહેરાત કરી દીધી છે. ઈરાનની સરકારી મીડિયા એજન્સીઓએ પણ આ સમાચારને સમર્થન આપતા દેશમાં ૭ દિવસની રજા અને 40 દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે.
ટ્રમ્પની ચેતવણી અને Iran નો વળતો પ્રહાર
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું કે, “ઇતિહાસનો સૌથી ક્રૂર વ્યક્તિ ખામેની માર્યો ગયો છે, આ આખી દુનિયા માટે ન્યાય છે.” બીજી તરફ, ઈરાની સેના IRGC એ ચેતવણી આપી છે કે તેઓ અમેરિકી ઠેકાણાઓ પર અત્યાર સુધીનો સૌથી ખતરનાક હુમલો કરશે. ટ્રમ્પે સામો જવાબ આપતા કહ્યું છે કે, “માપમાં રહેજો, નહીંતર ગંભીર પરિણામ ભોગવવા પડશે.”

પાકિસ્તાનમાં વિરોધ અને ભીષણ તારાજી
ઈરાનમાં અત્યારે અત્યંત ભયાનક સ્થિતિ સર્જાઈ છે અને તેહરાન સહિતના 10 મુખ્ય શહેરોમાં થયેલા ભીષણ હુમલાઓમાં લોહીની નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો છે; આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 200 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 740થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સૌથી વધુ હૃદયદ્રાવક ઘટનામાં એક સ્કૂલ પર મિસાઈલ ખાબકતા 148 માસૂમ વિદ્યાર્થિનીઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ તરફ, ખામેનીના મોતના સમાચાર વહેતા થતા જ પાકિસ્તાનના અનેક શહેરોમાં હિંસક વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા છે, જેમાં પણ અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
આ પણ વાંચો: ઈરાનની સેનાનું હેલિકોપ્ટર ક્રેશ: શાકભાજીના બજારમાં પડી 4નાં મોત
આ પણ વાંચો: ઈરાનના ચીફ ઓફ સ્ટાફ પણ માર્યા ગયા, ખામેનીની હત્યા પછી, અમેરિકાનો વધુ એક મોટો ફટકો
આ પણ વાંચો: ઈરાને એકસાથે 7 દેશો પર કર્યા મિસાઈલ હુમલા, UAE અને કુવૈતે તાત્કાલિક એરસ્પેસ કર્યું બંધ
