ગાંધીનગર/ CM ભુપેન્દ્ર પટેલ આજે વહેલી સવારે પહોંચ્યા ગાંધીનગર સિવિલ, સરપ્રાઇઝ વિઝિટથી સ્ટાફ થયુ એલર્ટ

રાજ્યમાં કોરોનાનાં કેસ વધી રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલમાં આને લઇને કેવી તૈયારીઓ છે તે જોવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વહેલી સવારે સરપ્રાઇઝ વિઝિટ કરી હતી.

Top Stories Gujarat Others
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં Cm
  • મુખ્યમંત્રીની ગાંધીનગર સિવિલમાં સરપ્રાઇઝ વિઝિટ
  • CM ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા ગાંધીનગર સિવિલ
  • અચાનક સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત
  • કોવિડ-ઓમિક્રોન વોર્ડની લીધી મુલાકાત
  • કોરોના સ્થિતિ અંગે હોસ્પિ.ની કરી સમીક્ષા
  • હોસ્પિટલનાં અધિકારીઓ સાથે કરી ચર્ચા
  • કોરોના દર્દીનાં પરિજનોનો જાણ્યો અભિપ્રાય
  • અડધો કલાક સુધી સિવિલનું કર્યુ નિરીક્ષણ

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત છે. જો કેે બીજી તરફ ભારતમાં દૈનિક કોરોનાનાં કેસ છેલ્લા ઘણા સમયથી 10 હજાર નીચે આવી રહ્યા છે. જો કે એ વાત પણ સાચી છે કે કોરોનાનાં નવા વેરિઅન્ટે ગુજરાતમાં પગ પેસારો કરી દીધો છે અને સતત તેમા વધારો થઇ રહ્યો છે. વળી રાજ્યમાં કોરોનાનાં દૈનિક કેસમાં પણ પહેલાની સરખામણીએ વધારો થઇ રહ્યો છે. ત્યારે આ વચ્ચે આજે વહેલી સવારે રાજ્યનાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલની સરપ્રાઇઝ વિઝિટ કરી હતી.

આ પણ વાંચો – Night Curfew /  રાજ્યમાં કર્ફ્યુની પ્રથમ રાત્રિએ જ નિયમભંગ, પોલીસે વાહનચાલકો પાસેથી વસૂલ્યો મસમોટો દંડ

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં કોરોનાનાં કેસ વધી રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલમાં આને લઇને કેવી તૈયારીઓ છે તે જોવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વહેલી સવારે સરપ્રાઇઝ વિઝિટ કરી હતી. આ સરપ્રાઇઝ વિઝિટનું સાંભળી સિવિલનો પૂરો સ્ટાફ ચોંકી ગયો હતો. અચાનક કોઇ પ્લાન વિના CM સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવી પહોંચતા લોકોમાં આ ચર્ચાનો વિષય બન્યો હતો. કહેવાય છે કે, ગાંધીનગર સિવિલમાં CM એ કોવિડ અને ઓમિક્રોન વોર્ડની મુલાકાત લીધી હતી. ત્યારે આ સપ્રાઈઝ વિઝિટમાં મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટેની વ્યવસ્તા અંગે માહિતી મેળવી હતી. તો સિવિલ હોસ્પિટલની વ્યવસ્થા અંગે અધિકારીઓ તથા ડોક્ટર સાથે મુખામંત્રીએ ચર્ચા પણ કરી હતી. બીજી તરફ CM ની સરપ્રાઇઝ વિઝિટથી સ્ટાફ હરકતમાં આવી ગયો હતો. વળી CM ભૂપેન્દ્ર પટેલે સિવિલમાં દાખલ દર્દીઓનાં પરિવારજનોનો અભિપ્રાય પણ જાણ્યો હતો. તેમને દવા, સારવાર કેવી આપવામાં આવી તે વિશે પણ તેમણે માહિતી મેળવી હતી. વળી CM એ અહી સફાઇ કામદારો સાથે પણ ચર્ચા કરી હતી. ખાસ વાત એ છે કે રાજ્યમાં ધીમે ધીમે કોરોનાનાં નવા કેસ વધી રહ્યા છે ત્યારે CM ની આ સરપ્રાઇઝ વિઝિટ હોસ્પિટલમાં કોવિડને લઇને કેવી તૈયારી થઇ રહી છે તે રૂબરૂ જોઇ વિશેષ માહિતી લેવાનુ કહેવાઇ રહ્યુ છે.

આ પણ વાંચો – ઓમિક્રોનની દહેશત વચ્ચે / ચૂંટણી પંચ અને આરોગ્ય વિભાગ વચ્ચે સોમવારે મહત્વની બેઠક,રેલીઓ સંદર્ભે નિર્ણય લેવાશે!

ઉલ્લેખનીય છે કે, રાજ્યનાં આરોગ્ય વિભાગનાં જણાવ્યા અનુસાર રાજ્યમાં રવિવારે કોરોનાનાં 177 કેસ નોંધાયા હતા. વળી આ દરમ્યાન રાજ્યમાં ઓમિક્રોનનાં કોઇ કેસ સામે આવ્યા નથી. રાજ્યમાં નોંધાયેલા કેસમાં અમદાવાદમાં સૌથી વધુ 53 કેસ સામે આવ્યા છે. જ્યારે સુરતમાં 25 અને વડોદરામાં 16 કેસ નોંધાયા છે.  જ્યારે રાજકોટમાં 36 કેસ નોંધાયા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…